• search

Live: મોદીએ કહ્યું વિકાસ સિવાય મારો બીજો કોઇ એજન્ડા નથી

નવી દિલ્હી, 8 મેઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર અને વારાણસીથી ઉમેદવાર નરેન્દ્ર મોદીને બેનિયાબાગમાં રેલી કરવા માટેની મંજૂરી આપવામાં નહીં આવ્યા બાદ ભાજપ નારાજ થયો છે, ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે અને બીએચયુના ગેટની બહાર સત્યાગ્રહ કરવામાં આવી રહ્યો છે. ભાજપે ચૂંટણી અધિકારીની નિષ્પક્ષતા સામે પ્રશ્નાર્થ ઉઠાવીને જેતે રિટર્નિંગ અધિકારીને હટાવવાની માંગ કરવામાં આવી છે.

4:40 PM

નરેન્દ્ર મોદીએ રોહનિયામાં કહ્યું હતું કે દેશની આઝાદી માટે સ્વતંત્રતા સેનાનીઓએ જે સપના જોયા હતા તેને પુરા કરવા માટે કોઇ કસર છોડીશું નહી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મોદી હવે તમારી સાથે જોડાઇ ગયા છે, તમારા પ્રેમના બંધનમાં બંધાઇ ગયા છે. તે તમારી પાસે સેવકના રૂપમાં આવ્યા છે, તમે જ્યારે ઇચ્છો ત્યારે તેમને મળી શકો છો.

વાત કરી શકો છો. તેમણે કહ્યું હતું કે વિકાસ સિવાય મારો કોઇ એજન્ડા નથી. અહીં તમારી સમસ્યાઓના ઉકેલ માટે આવ્યા છીએ, તમારી સેવા માટે આવ્યા છીએ. તેમનો હેતું પશ્વિમ ભારતની જેમ ભારતના પૂર્વ ભાગને વિકસિત કરવાનો છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે બનારસને ફરી એકવાર વિશ્વ ગુરૂ બનાવવા ઇચ્છે છે. તે બનારસને શિક્ષાનું કેન્દ્ર બનાવવા માંગે છે.

2.25 pm

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસી તરફ રવાના થઇ ચૂક્યા છે અને ટૂંક સમયમાં ત્યાં પહોંચી જશે. બીજી તરફ અરૂણ જેટલી અને અમિત શાહના નેતૃત્વ હેઠળ ચાલી રહેલો સત્યાગ્રહ અને ધરણા પ્રદર્શન સમેટી લેવામાં આવ્યા છે.

1.50 pm

વારાણસીમાં ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ. મારપીટ સમયે ટીએમસની ઉમેદવાર હાજર હતા.

1.00 pm

ચૂંટણી પંચના નેતાને મળ્યા ભાજપના નેતા. જ્યાં ત્યાં પક્ષપાત કરવામાં આવી રહ્યો છે અને લોકલ પ્રશાસનની વાતોમાં આવીને મોદીને મંજૂરી આપવામાં આવી નથી. ચૂંટણી પંચ દ્વાર મોડી મંજૂરી આપવામાં આવી. મોદીને મંજૂરી ન મળવી એ લોકતંત્રની વિરુદ્ધ છે. અમે ત્યાંના ડીએમને હટાવી અન્યને મુકવાની માંગ કરવામાં આવી છે.

- બીજી તરફ વારાણસીમાં અરૂણ જેટલીએ ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા હતા કે, રેલી નહીં કરવા દેવા પાછળ સુરક્ષા વ્યવસ્થાનું કારણ દર્શાવવામાં આવે છે, પરંતુ રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને મંજૂરી આપવામાં આવે છે. મોદી માટે જ શા માટે સુરક્ષા વ્યવસ્થાનું કારણ આગળ ધરવામાં આવે છે. મોદી સાંજે અહી આવશે, ત્યાં સુધી પ્રદર્શન ચાલું રહેશે.

-ભાજપના મોટા નેતાઓ દ્વારા વારાણસીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

12.41 pm

અમિત શાહે કહ્યું કે ચૂંટણી પંચનું પગલું દૂર્ભાગ્યપૂર્ણ. પ્રચાર કરવો એ અમારો લોકતાંત્રીક અધિકાર. ડીએમ દ્વારા આચારસંહિતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

12.30 PM

વારાણસીમાં 20 હજાર જેટલા જવાનો તેનાત. બીએચયુ બહાર પ્રદર્શન. ભાજપના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સુરક્ષા બલ તેનાત કરવામાં આવ્યું. બેનિયાબાગમાં રેલી કરવાની મંજૂરી નહીં મળતા ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેટલી અને અમિત શાહની આગેવાની હેઠળ વારાણસીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

12.17 PM:

દિલ્હીમાં ચૂંટણી પંચની ઓફીસ બહાર ભાજપ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે. રવિશંકર અને મુખ્તાર અબ્બાસના નેતૃત્વ હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વારાણસીમાં અમિત શાહ અને અરૂણ જેટલી લંકા ઘાટે પહોંચ્યા છે. જ્યાંથી તેઓ ધરણા પ્રદર્શનમાં જોડાશે.

વારાણસી ઉપરાંત દિલ્હીમાં પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વારાણસી ખાતે અરૂણ જેટલી સાથે અમિત શહા, અનંત કુમાર, રામેશ્વર ચોરસિયા સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ ધરણા પર બેસવાના છે. તો દિલ્હી ખાતે હર્ષવર્ધન સહિતના નેતાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે. નોંધનીય છેકે, ચૂંટણી અધિકારીએ મંજૂરી નહીં આપતા મોદી અને ભાજપે ચૂંટણી પંચને આડેહાથ લીધું છે. મોદીએ ગંગા આરતીનો કાર્યક્રમ પણ રદ કરી દીધો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છેકે, ચૂંટણી પંચ નિષ્પક્ષ નથી અને ચૂંટણી પંચે જે પગલું ભર્યું છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.

ચૂંટણી પંચ દ્વારા પહેલા સુરક્ષાનું કારણ આગળ ધરી મોદીના કાર્યક્રમોને મંજૂરી આપી નહોતી, પરંતુ બાદમાં પાંચમાંથી ચાર કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવી. મોડી રાત્રે પ્રશાસને મોદીને ગંગા આરતીમાં સામેલ થવાની મંજૂરી આપી, પરંતુ ભાજપનું કહેવું છેકે તેમની પાસે તૈયારી માટેનો સમય નથી, તેથી મોદી ગંગા આરતી નહીં કરે. સ્થાનીક પ્રશાસનથી નારાજ ભાજપના કાર્યકર્તાઓ બીએચયુ ગેટ પર ધરણા પણ બેસી ગયા છે. માહિતી અનુસાર નરેન્દ્ર મોદી 3 વાગ્યે રોહનિયા પહોંચશે.

English summary
BJP workers on Thursday took to roads in Varanasi and protested the Election Commission's decision to deny its prime ministerial hopeful Narendra Modi permission to hold rallies in the city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more