પૂણે બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ

terrorist
હૈદરાબાદ, 26 ઓક્ટોબર: પૂણેમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં વધુ એક આરોપીની આજે ગુરૂવારે હૈદરાબાદ ખાતેથી ધરપકડ કરી લેવાઇ છે. પૂણે સિરિયલ બ્લાસ્ટમાં ધરપકડ કરાયેલ આ પાંચમો અને મુખ્ય આરોપી છે.

પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલ આરોપી મકબૂલે 1 ઓગષ્ટના રોજ પૂણેમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં માટેની ડિવાઇસ બનાવી હતી. તેમણે જણાવ્યું કે આ આરોપી આઝમ ઘોરી દ્વારા સ્થાપીત આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુસ્લીમ મોહમ્મદી મુજાહીદ્દીનનો સભ્ય છે.

આ પહેલા 17 ઓગષ્ટના રોજ દિલ્હી પોલીસે જયપૂરમાંથી ઇન્ડિયન મુઝાહીદ્દીનના આતંકવાદીની ધરપકડ કરી હતી. જ્યારે 10 ઓક્ટોબરના રોજ લંગડે ઇરફાનની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જયપૂર બસસ્ટેન્ડ પરથી ધરપકડ કરી હતી.

પોલીસ હજી રાજુભાઇની શોધ કરી રહી છે, જેણે પકડાયેલા તમામ આતંકવાદીઓમાંથી ત્રણને રહેવાની સગવડ કરી આપી હતી. તેમજ હજી એક અનઆઇડેન્ટીફાઇ વ્યક્તિની શોધ પણ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X