For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીવ ગાંધીના હત્યારાને ગોલ્ડ મેડલ મળ્યો!!!

|
Google Oneindia Gujarati News

rajiv-gandhi
નવી દિલ્હી, 16 માર્ચ : પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાજીવ ગાંધીની હત્યાના કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા પેરારિવલને વેલ્લોર જેલમાં રહીને ડેસ્કટોપ પબ્લિશિંગ (ડીટીપી) ઓપરેટર કોર્સ પૂરો કર્યો છે. આ કોર્સમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

તેણે આ કોર્સની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવ્યો છે. જેલ વિભાગ દ્વારા યોજવામાં આવેલા શિક્ષણ તથા વ્યાવસાયિક પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત કેદીઓને અનેક પ્રકારના અભ્યાસક્રમો ભણવાના વિકલ્પો મળી રહે છે. આ અભ્યાસક્રમો પૈકી એક ડીટીપી પણ છે. આ કોર્સમાં પેરારિવલને પ્રવેશ મેળવ્યો હતો. મનથી ભણીને તેણે આ કોર્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગયા વર્ષે તેણે ધોરણ 12ની પરીક્ષા 91 ટકા માર્ક્સ સાથે પાસ કરી હતી.

આ પરીક્ષા માર્ચ 2012માં યોજવામાં આવી હતી. તેના માટે જેલમાં જ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. કુલ 8 કેદીઓએ 12મા ધોરણની પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં તમામ કેદીઓ પાસ થઇ ગયા હતા.

પેરારિવલનની વાત કરીએ તો તેઓ 40 વર્ષના છે અને 20 વર્ષથી વધારે સમયની સજા કાપી ચૂક્યા છે. આ સમય દરમિયાન તેમણે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. જેલની અંદર જ ભણીને તેમણે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર ડીગ્રી મેળવી છે.

રાજીવ ગાંધી હત્યા કેસમાં તેમની ધરપકડ તઇ તે પહેલા તેમની પાસે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો ડિપ્લોમા પણ હતો. તેના વિશે કહેવામાં આવે છે કે તેને લખવાનો અને પશ્ચિમી સંગીત સાંભળવાનો ખૂબ શોખ છે. વેલ્લોર જેલની એક શાળામાં તેઓ શિક્ષક તરીકે ભણાવવા પણ જાય છે. આ સાથે તેઓ બાકીના કેદીઓને ભણવા માટે પ્રોત્સાહિત પણ કરે છે.

પેરારિવલનની સાથે સંથન, મુરૂગન અને નલિની નામના બીજા ત્રણ દોષિતોને પણ રાજીવ ગાંધી હત્યા કેસમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી અને તેમની દયા અરજી પણ નકારી દેવામાં આવી હતી.

ત્યાર બાદ નલિનીને મૃત્યુદંડને બદલે આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. મોતની સજા મેળવનારી ત્રણ વ્યક્તિઓ પણ આત્મઘાતી હુમલાનું ષડયંત્ર રચવા અને તેને અંજામ આપવાનો આરોપ હતો. પેરારિવલન પર આરોપ છે કે તેણે બોમ્બ બનાવવા માટે બેટરી ખરીદવામાં મદદ કરી હતી.

તેમનું કહેવું છે કે તેમને આ કેસમાં ફસાવવામાં આવ્યા છે. પોતાની ધરપકડ અને સીબીઆઇની ચાલનું નિવેદન તેમણે પોતાના પુસ્તકમાં પણ કર્યું છે. પરારિવલનના માતા સોનિયા ગાંધીને રૂબરૂમાં મળીને પોતાના દીકરા પર લગાવવામાં આવેલા ખોટા આરોપો દૂર કરવામાં આવે તેવી અપીલ પણ કરી ચૂક્યા છે.

English summary
Rajiv Gandhi killer got gold medal in jail education program in desktop oparetor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X