46મા CJI તરીકે રંજન ગોગોઈ આજે શપથ લેશે, જાણો કોણ છે ગોગોઈ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ જજ રંજન ગોગોઈ આજે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે પદભાર સંભાળશે, એમને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શપથ લેવડાવશે. જે બાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની સાથે કેસની સુનાવણી કરશે. જસ્ટિસ ગોગોઈ આ પદ પહોંચનાર પૂર્વોત્તર ભારતના પહેલા ન્યાયાધિશ છે.

પ્રારંભિક જીવન
18 નવેમ્બર 1954માં જન્મેલ રંજન ગોગોઈએ ડિબ્રૂગઢના ડૉન બૉસ્કો સ્કૂલથી અભ્યાસ મેળવ્યો અને બાદમાં તેઓએ દિલ્હી વિશ્વવિદ્યાલયના સેંટ સ્ટીફેન્સ કોલેજથી આગળનો અભ્યાસ ગ્રહણ કર્યો.
આ પણ વાંચો- રિટાયરમેંટ પહેલા 6 દિવસમાં અયોધ્યાથી લઈ આધાર સુધીની સુનાવણી કરશે CJI દીપક મિશ્રા

ગોગોઈનો કાર્યકાળ 1 વર્ષ ચાલશે
જસ્ટિસ ગોગોઈ સુપ્રીમ કોર્ટમાં સૌથી વરિષ્ઠ જજ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે રિટાયર થયા બાદ ગોગોઈ મુખ્ય ન્યાયાધીશના પદ પર બેસશે, રંજન ગોગોઈનો કાર્યકાળ 17 નવેમ્બર 2019 સુધી ચાલશે.

પૂર્વ મુખ્યમંત્રીના દીકરા છે ગોગોઈ
આસામના પૂર્વ મુખ્યમંત્રી કેશવ ચંદ્ર ગોગોઈના દીકરા રંજન ગોગોઈએ 1978માં વકાલત માટે નોંધણી કરાવી હતી, એમણે સંવૈધાનિક, કરવેરા અને કંપનીઓના મામલામાં ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયમાં વકાલત શરૂ કરી હતી.

2001માં બન્યા ગુવાહાટી હાઈકોર્ટના જજ
ફેબ્રુઆરી 2001ના રોજ તેમને ગુવાહાટી હાઈકોર્ટના જજ બનાવવામાં આવ્યા. 2011માં તેઓ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. એપ્રિલ 2012ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટમાં આવ્યા.
આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, આરોપી નેતાઓને ચૂંટણી લડવાથી રોકી ન શકાય