For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન આજથી

By Super
|
Google Oneindia Gujarati News

amarnath1
જમ્મૂ, 18 માર્ચઃ આ વર્ષે થનારી વાર્ષિક અમરનાથ યાત્રા માટે તીર્થયાત્રીઓનું રજિસ્ટ્રેશન 18 માર્ચથી શરૂ થશે. શ્રી અમરથાન શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી નવીન કે ચૌધરીએ જણાવ્યું કે અમરનાથ યાત્રાના બન્ને માર્ગો બાલટાલ અને ચંદનવાડી માટે સોમવારે જ દેશભરમાં જમ્મૂ અને કાશ્મિર બેન્ક, ભારતીય સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યસ બેન્ક અને એચડીએફસી બેન્કની 422 શાખાઓ પર આ પ્રક્રિયા શરૂ થશે.

આ વર્ષે 55 દિવસની આ યાત્રા 28 જૂનથી શરૂ થઇને 21 ઓગસ્ટે રક્ષા બંધન સુધી ચાલશે. યાત્રીઓના રજિસ્ટ્રેશન માટે જે પ્રક્રિયાઓનું પાલન કરવાનું છે તેની તમામ માહિતી બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમાં અરજી ફોર્મ અને બેન્ક શાખાઓની રાજ્યવાર યાદી સંપૂર્ણ સરનામા સાથે છે.

ચૌધરીએ કહ્યું કે અરજીકર્તાઓએ રજિસ્ટ્રેશન કરાવતી વખતે એક અનિવાર્ય સ્વાસ્થ્ય પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે. તેનું પ્રારૂપ અને તેના જારી કરવા માટે અધિકૃત ડોક્ટર્સ કે સંસ્થાનોની રાજ્યવાર યાદી પણ વેબસાઇટ પર મુકવામાં આવી છે. તેમણે ક્હ્યું કે એક માર્ચ બાદ જારી પ્રમાણપત્ર જ વૈધ માનવામા આવશે. 13 વર્ષથી ઓછી અને 75 વર્ષથી વધુની ઉમરના લોકો અને છ સપ્તાહથી વધારે ગર્ભવાળી મહિલાઓનું રજિસ્ટ્રેશન આ યાત્રા માટે કરવામાં આવશે નહીં. આ વર્ષે યાત્રા માટે પરમિટ સપ્તાહના દરેક દિવસ માટે અલગ-અલગ હશે.

English summary
The registration of pilgrims for Shri Amarnath Yatra begins on Monday March 18 for both Yatra routes Baltal and Chandanwari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X