આરઆરએસને મોદીમાં સુભાષ તો વાજપાઇમાં ગાંધી દેખાઇ છે

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 મે: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન મંત્રી પદના દાવેદાર નરેન્દ્ર મોદીની તુલના સ્વતંત્રતા સેનાની સુભાષ ચંદ્ર બોસ અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપાઇની તુલના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે કરી છે.

એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં સંઘ નેતા ઇંદ્રેશ કુમારે નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી. ઇંદ્રેશે કહ્યું કે નરેન્દ્ર મોદીના કામ કરવાની રીત અને તેમની વિચારસણી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ સાથે મળે છે. તેમને કહ્યું કે નરેન્દ્ર મોદી જે વ્યક્તિત્વવાળા માણસ છે તેથી તેમની તુલના સુભાષ ચંદ્ર બોસની માફક કરી શકાય. બીજી તરફ વાજપાઇની તુલના ગાંધી સાથે કરતાં તેમણે કહ્યું કે જે લોકો આરએસએસને કોમ્યુનલ કહે છે તે મૂર્ખ છે. તેમણે એ પણ સ્વિકાર્યું છે કે પહેલીવાર સંઘે ચૂંટણીમાં ખુલીને સક્રિય ભૂમિકા ભજવી છે.

modi-222

તો બીજી તરફ તક જોઇને ચોગ્ગો મારતાં ઇંદેશ કુમારે ટીવી પત્રકાર સાથેના સંબંધો પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહને પણ આડે હાથ લીધા હતા. ઇંદ્રેશ કુમારના અનુસાર દિગ્વિજય સિંહ મહિલા પત્રકારના પતિ સાથે દહ કરી રહ્યાં હતા. જો બંનેના ફોટા મીડિયમાં સામે ન આવતી તો દિગ્વિજય સિંહ પોતાના સંબંધ કબૂલ ન કરતા. નરેન્દ્ર મોદી અને દિગ્વિજય તુલના પર ખિજાતા તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ જે કર્યું તે તપસ્યા છે, જ્યારે દિગ્વિજય સિંહે જે કર્યું તે ભોગવાદ છે.

English summary
RSS leader Indresh Kumar hit out at people calling the RSS communal. He said that BJP Prime Ministerial candidate Narendra Modi is like former PM Atal Bihari Vajpayee, comparing them to Subhash Chandra Bose and Mahatma Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X