For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સારદા સ્કેમઃ CBI સામે રજૂ ન થયા પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમાર, ધરપકડની તૈયારી

સારદા સ્કેમઃ CBI સામે રજૂ ન થયા પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમાર, ધરપકડની તૈયારી

|
Google Oneindia Gujarati News

કોલકાતાઃ કરોડો રૂપિયાના સારદા ચિટ ફંડ કૌભાંડ મામલે સીબીઆઈએ કાલે કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને સમન્સ મોકલ્યું હતું. સીબીઆઈએ તેમને સાલ્ટ લેક સ્થિત કાર્યાલયમાં સવારે 10 વાગ્યે હાજર થવા કહ્યું હતું. પરંતુ રાજીવ કુમાર શનિવારે કાર્યાલય ન પહોંચ્યા. સીબીઆઈ અધિકારી શનિવારે સાંજ સુધી તેમનો ઈંતેજાર કરતા રહ્યા. રાજીવ કુમાર પર સારદા ચિટફંડ કૌભાંડના સબૂતો સાથે છેડછાડનો કરવાનો આરોપ લાગ્યો છે. રાજીવ કુમારે સાંજે ઈમેલ કરી સીબીઆઈને સૂચિત કર્યા કે તેઓ રજા પર છે. માટે જઈ શકે તેમ નથી. તેમણે એક મહિનાનો સમય માંગ્યો છે.

Rajiv Kumar

રાજીવ કુમારના આ મેલ બાદ સીબીઆઈએ તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાનું વિચાર્યું છે. સીબીઆઈના વરિષ્ઠ અધિકારીઓએ સાંજે બાલીગંજ વિસ્તાર સ્થિત સરકારી વકીલના ઘરે જઈ આ મામલે વિચાર-વિમર્શ કર્યો. સીબીઆઈના સંયુક્ત ડિરેક્ટર પંકજ શ્રીવાસ્તવે જણાવ્યું કે રાજીવ કુમાર પ્રકરણ પર આગલા પગલાં પર કાનૂની સલાહ લઈ રહ્યા છીએ. જો કે તેમણે આનાથી વધુ કંઈપણ જણાવવાની ના પાડી દીધી.

એજન્સીના અધિકારીઓનું કહેવું છે કે તેઓ તેમની સામે રજૂ નથી થયા અને તેમનો ફોન પણ બંધ છે. અધિકારીઓએ કોલકાતા એરપોર્ટના અધિકારીઓને પણ અલર્ટ રહેવા કહ્યું છે જેથી તેઓ કોઈ ફ્લાઈટથી જાય તો એજન્સીને માલૂમ પડી શકે. અગાઉ કોલકાતા હાઈ કોર્ટે રાજીવ કુમારને કહ્યું હતું કે તેઓ સીબીઆઈ પાસે પોતાનો પાસપોર્ટ જમા કરાવી દે.

શુક્રવારે બપોરે અદાલતે જેવી જ તેમની ધરપકડ પર લાગેલ છૂટ હટાવી તો સીબીઆઈની ટીમ પાર્ક સ્ટ્રીટ સ્થિત તેમના સત્તાવાર નિવાસ પર પહોંચી પરંતુ તેમને ત્યાં પોલીસ અધિકારી ન મળ્યા. જે બાદ એજન્સીએ આવાસ પર સમન ચિપકાવી દીધું હતું.

લાદેનના દીકરા અને અલકાયદાના મુખ્યા હમજા બિનનું મોત, ટ્રમ્પે પુષ્ટિ કરીલાદેનના દીકરા અને અલકાયદાના મુખ્યા હમજા બિનનું મોત, ટ્રમ્પે પુષ્ટિ કરી

English summary
Sarada scam: Rajiv Kumar, former police commissioner not present before CBI, preparing for arrest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X