For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરોડોની સંપત્તિ જપ્ત થયા બાદ પહેલીવાર સામે આવ્યા ‘કલ્કિ ભગવાન’

પોતાને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર ગણાવનાર ‘કલ્કિ ભગવાન’ ઉર્ફ વિજય કુમાર નાયડુના 40થી વધુ ઠેકાણા પર આવકવેરા વિભાગે દરોડા કર્યા છે.

|
Google Oneindia Gujarati News

પોતાને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર ગણાવનાર 'કલ્કિ ભગવાન’ ઉર્ફ વિજય કુમાર નાયડુના 40થી વધુ ઠેકાણા પર આવકવેરા વિભાગે દરોડા કર્યા છે. આ દરોડામાં 500 કરોડની બિનહિસાબી આવકનો ખુલાસો થયો છે. તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, અને કર્ણાટક સહિતના ઠેકાણા પરથી મોટી સંખ્યામાં કૅશ મળી આવી છે. આ ઉપરાંત કરોડોની કિંમતના ડૉલર પણ જપ્ત કરાયા છે. આવકવેરા વિભાગના દરોડા બાદ પહેલીવાર વિજય કુમાર નાયડુએ નિવેદન આપ્યું છે.

દેશ છોડીને ફરાર નથી થયો

દેશ છોડીને ફરાર નથી થયો

કલ્કિ ભગવાને વીડિયો જાહેર કરીને કહ્યું છે કે તેઓ આશ્રમમાં જ છે, અને દેશ છોડીને ફરાર નથી થયા. તેમણે કહ્યું કે, 'ન તો આવકવેરા વિભાગ ન તો સરકારે કહ્યું છે કે હુ દેશ છોડીને ભાગ્યો છું, હું અહીં જ છું.' કેટલાક દિવસો પહેલા આવકવાર વિભાગની સંખ્યાબંધ ટીમોએ એક સાથે અનેક ઠેકાણા પર દરોડા કર્યા હતા. આ દરોડા કલ્કિ ભગવાનની સાથે સાથે તેમના પુત્ર કૃષ્ણાના ઠેકાણા પર પણ થયા હતા.

દરોડામાં 409 કરોડ રૂપિયાની બિનહિસાબી આવકનો ખુલાસો

કૃષ્ણા આધ્તામિક યુનિવર્સિટી અને રિયલ એસ્ટેટ ફર્મ વગેરેનો સંચાલક હોવાનું મનાઈ રહ્યું છે. આવકવેરા વિભાગે બીજા આશ્રમોમાં કરેલા દરોડામાં 2014-15 બાદની 409 કરોડની આવકનો ખુલાસો થયો છે. તો 43.90 કરોડ ભારતીય કરન્સી કેશમાં મળી આવી છે.આ ઉપરાંત 2.5 મિલિયન યુએસ ડોલર (લગભગ 18 કરોડ), 88 કિલો જ્વેલરી (26 કરોડ) અ 1271 કેરેટના હીરા જેની કિંમત લગભગ 5 કરોડ છે, તે આવકવેરા વિભાગે જપ્ત કર્યા છે.

44 કરોડ ભારતીય કરન્સી સાથે 2.5 મિલિયન યુ.એસ. ડોલર જપ્ત

44 કરોડ ભારતીય કરન્સી સાથે 2.5 મિલિયન યુ.એસ. ડોલર જપ્ત

આ દરમિયાન એ માહિતી પણ સામે આવી હતી કે તેમના જૂથે અમેરિકા, ચીન, સિંગાપોર, યુએઈ જેવા દેશમાં રોકાણ કર્યું છે. ટ્રસ્ટ સમૂહ દર્શન અને આધ્યાત્મિક્તાનો વેલનેસ પ્રોગ્રામ ચાલવતો હતો. જેમાંથી ટ્રસ્ટે ખૂબ કમાણી કરી છે. આવકવેરા વિભાગના કહેવા પ્રમાણે આ જૂથ જે રસીદો આપતા તેની હેરાફેરી કરતી હતી.અને પૈસા રિયલ એસ્ટેટ તેમજ જમીનના સોદામાં લગાવતા હતા. આ રીતે આ જૂથે આંધ્રપ્રદેશ અને તામિલનાડુ સહિતના રાજ્યોમાં તેમણે જમીનો ખરીદી છે.

એલઆઈસીના ક્લાર્કમાંથી ‘કલ્કિ ભગવાન’

એલઆઈસીના ક્લાર્કમાંથી ‘કલ્કિ ભગવાન’

એલઆઈસીના ક્લાર્ક તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનાર વિજયકુમાર નાયડુ ઉર્ફે ‘કલ્કિ ભગવાને' નોકરી છોડી દીધી હતી. બાદમાં તેણે શિક્ષણ સંસ્થાન શરૂ કરી. પરંતુ સંસ્થાએ દેવાળુ ફૂંક્તા તે અન્ડર ગ્રાઉન્ડ થઈ ગયો. બાદમાં કોઈને નાયડુ વિશે કોઈ માહિતી નથઈ. કહેવાય છે કે નાયડુ 1989માં ચિત્તુરમાં સામે આવ્યો, જ્યારે તેણે પોતાની જાતને વિષ્ણુનો દસમો અવતાર ‘કલ્કિ ભગવાન' ગણાવ્યા.

આ પણ વાંચો: રામ રહીમને જેલમાં પ્રતાડિત કરવામાં આવી રહ્યા, જીવને ખતરો

English summary
kalki bhagwan aka vijaykumar naidu s statement after it raids
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X