ઉત્તર પ્રદેશ: શુગર મિલમાં ગેસ ગળતરને કારણે 500 બાળકો બીમાર

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશના શામળી જિલ્લામાં શુગર મિલમાંથી ગેસ લિક થવાને કારણે 500થી વધુ બાળકો બીમાર પડી ગયા છે. બે શાળાના બાળકો આ ગેસ લિકને કારણે બીમાર પડ્યા છે. 30 બાળકોની હાલત ગંભીર છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુગર મિલમાંથી એવો કયો ગેસ લિક થયો છે, જેને કારણે બાળકોની આ હાલત થઇ, એ અંગે હજુ જાણકારી નથી મળી. મંગળવારે સવારે અચાનક જ મિલ પાસેની શાળામાં બાળકો બેભાન થઇ જતાં ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. શિક્ષકો તાત્કાલિક બાળકોને લઇને નજીકની જિલ્લાની હોસ્પિટલ પહોંચ્યા હતા. બીમાર બાળકોની સંખ્યા વધારે હોવાની કારણે જિલ્લાની હોસ્પિટલ દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

up suger mill

હાલ તમામ બાળકો જોખમમુક્ત છે તથા પ્રશાસન તરફથી આ મામલે તપાસનું આશ્વાસન આપવામાં આવ્યું છે. શુગર મિલમાંથી કયો ગેસ લિક થયો હતો એ અંગે પ્રશાસન કે મિલના અધિકારીઓ તરફથી કોઇ જાણકારી આપવામાં આવી નથી. પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે, આ મામલાની તપાસ બાદ જ કંઇ પણ કહી શકાશે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશનો પશ્ચિમ વિસ્તાર શેરડીની ખેતી માટે જાણીતો છે. ઓક્ટોબરમાં શેરડીના પાકની લણણી શરૂ થાય છે, એવામાં આ સમયે શુગર મિલમાં તૈયારીઓ શરૂ કરવામાં આવે છે.

English summary
More than 500 children have become sick due to gas leakage in Sugar Mill in Shamli district of western Uttar Pradesh. Children of two schools have been victims of this gas leak.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.