For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘સબરીમાલામાં બાબરી ધ્વંસની પેટર્ન પર વિરોધ': સીપીએમ નેતા સીતારામ યેચુરી

કેરળ સ્થિત સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે ચાલી રહેલા વિરોધ પ્રદર્શની તુલના સીપીએમ નેતા સીતારામ યેચુરીએ બાબરી મસ્જિદ સાથે કરી છે.

|
Google Oneindia Gujarati News

કેરળ સ્થિત સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે ચાલી રહેલા વિરોધ પ્રદર્શની તુલના સીપીએમ નેતા સીતારામ યેચુરીએ બાબરી મસ્જિદ સાથે કરી છે. તેમણે સબરીમાલામાં થઈ રહેલ હિંસાનો આરોપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ છે કે બાબરી ધ્વંસ જેવો માહોલ અહીં પણ બનાવવામાં આવી રહ્યો છે. સીતારામ યેચુરીએ કહ્યુ કે કેરળ સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયના અમલ માટે કોશિશ કરી રહી છે પરંતુ રાજ્યમાં કેટલાક એવા સમૂહ છે જે અશાંતિની સ્થિતિ પેદા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ આપવીતીઃ ચારેતરફ ચીસાચીસ, ચીથરોઓમાં શોધી રહ્યા હતા પોતાના પરિવારને લોકોઆ પણ વાંચોઃ આપવીતીઃ ચારેતરફ ચીસાચીસ, ચીથરોઓમાં શોધી રહ્યા હતા પોતાના પરિવારને લોકો

Sitaram Yechury

સીતારામ યેચુરીએ કહ્યુ કે આરએસએસ અને ભાજપે પહેલા સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યુ હતુ અને હવે સુનિયોજિત રીતે આનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો છે. સીપીએમે કહ્યુ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર તરફથી ઉચિત વ્યવસ્થા પણ કરવામાં આવી પરંતુ ભાજપ તેમાં બાધા ઉત્પન્ન કરી રહ્યુ છે. વળી, મુખ્યમંત્રીની અનુપસ્થિતિના સવાલ પર સીપીએમ નેતા કોડિયરી બાલકૃષ્ણને કહ્યુ છે કે હજુ એવી સ્થિતિ નથી કે મુખ્યમંત્રીને પોતે ત્યાં જવાની જરૂર છે.

આ પણ વાંચોઃ યુએસઃ CAATSA પ્રતિબંધોથી બચવુ હોય તો અમારી પાસેથી F-16 એરક્રાફ્ટ ખરીદોઆ પણ વાંચોઃ યુએસઃ CAATSA પ્રતિબંધોથી બચવુ હોય તો અમારી પાસેથી F-16 એરક્રાફ્ટ ખરીદો

ત્રણ દિવસની તેમની અનુપસ્થિતિ કોઈ પણ રીતે રાજ્યને પ્રભાવિત નથી કરી રહી. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ હજુ સુધી મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ નથી કરી શકી. પ્રદર્શનના કારણે પોલિસને પણ પીછેહટ કરવી પડી છે. ત્યાં સુધી કે બે મહિલાઓને યુનિફોર્મ પહેરાવીને જવાનોની સુરક્ષામાં મંદિર લઈ જવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ પ્રવેશદ્વારથી જ દર્શન કર્યા વિના પાછા આવવુ પડ્યુ.

English summary
Similar thing is being done Sabarimala Temple, so it is an organised by RSS, says Sitaram Yechury
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X