For Quick Alerts
For Daily Alerts
મોદી અને અન્ય દિગ્ગજો વિરુધ્ધ માનહાનિનો કેસ દાખલ
નવી દિલ્હી, 20 નવેમ્બર: ગુજરાતના પૂર્વ પોલીસ મહાનિર્દેશક આર.બી. શ્રીકુમારે મંગળવારે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને ત્રણ અન્ય લોકોની સામે તેમની છબીને 20 વર્ષ જૂના જાસૂસીના એક મામલામાં ઉછાળીને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
દિલ્હીની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં શ્રીકુમારે મોદી, ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહ, પાર્ટીના પ્રવક્તા મીનાક્ષી લેખી અને વૈજ્ઞાનિક નાંભિ નારાયણની વિરુધ્ધ તેમને બદનામ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવી તપાસ કરવાનો અનુરોધ કર્યો છે.
અરજી અનુસાર, પોતાની યોજના અનુસાર લેખીએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટર્વ્યૂમાં એવો આરોપ લગાવ્યો કે શ્રીકુમાર અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઇએના એજન્ટ હતા, પરંતુ ભૂલથી નાંબિ નારાયણનું નામ જાસૂસી કાંડમાં ઘસેડવામાં આવ્યું.
જોકે નારાયણ વિવાદ સમયે (1992-1995) વિક્રમ સારાભાઇ અવકાશ કેન્દ્રમાં કાર્યરત હતા, જ્યારે શ્રીકુમાર તે સમયે તિરુવનંતપુરમમાં ગુપ્તચર બ્યૂરોના ઉનિર્દેશકના રૂપમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા.