
Sudarshan Prabodhan Exit Poll: હિમાચલમાં બીજેપીની માંડ-માંડ થશે જીત, કોંગ્રેસ બહુમતથી ચુક્યુ
હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જંગી મુકાબલો છે. રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે જે એક્ઝિટ પોલ બહાર આવ્યા છે તેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 50-50ના સંકેતો મળ્યા છે. સુદર્શન અને પ્રબોધનના એક્ઝિટ પોલ મુજબ ભારતીય જનતા પાર્ટી હિમાચલ પ્રદેશમાં 34 બેઠકો જીતે તેવી શક્યતા છે. જ્યારે કોંગ્રેસ 30 બેઠકો જીતે તેવી શક્યતા છે. અપક્ષોને 3 જ્યારે સીપીએમને એક બેઠક મળવાની સંભાવના છે.
હિમાચલ પ્રદેશની વાત કરીએ તો રાજ્યમાં કુલ 68 વિધાનસભા સીટો છે. 12 નવેમ્બરે તમામ 68 બેઠકો પર મતદાન થયું હતું. તમામ 68 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થયું હતું. હિમાચલ પ્રદેશમાં 76 ટકા મતદાન થયું હતું. હિમાચલ પ્રદેશમાં 8 ડિસેમ્બરે મતગણતરી થશે. વર્ષ 2017ની વાત કરીએ તો ભાજપને 68માંથી 44 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 21 બેઠકો મળી હતી. જ્યારે CPI(M)એ એક બેઠક જીતી હતી.