સુનંદાનું નાક દબાવીને તેના મોઢામાં રશિયન ઝેર નાખવામાં આવ્યું હતું: સ્વામી
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી: કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરની રહસ્યમય પરિસ્થિતઓમાં થયેલા મોતના મામલામાં એક નવો વળાંક આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુનંદા પુષ્કરના મૃત્યુને હત્યા ગણાવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું છે કે 'સુનંદાના પેટથી લઇને ઉપરના ભાગ સુધી ગંભીર ઇજાના નિશાન હતા. તેમનું નાક દબાવીને મોઢામાં રશિયન ઝેર નાખવામાં આવ્યું. તેમણે એ પણ કહ્યું કે તેઓ આના પુરાવા પણ આપી શકે છે. સ્વામીએ એ પણ જણાવ્યું કે સુનંદા પુષ્કરના મૃત ફોટોગ્રાફ પણ નષ્ટ કરી દેવામાં આવ્યા છે.'

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>From belly upwards Sunanda had horrific injuries. Her nostrils were squeezed to open her mouth to administer Russian poison.</p>— Subramanian Swamy (@Swamy39) <a href="https://twitter.com/Swamy39/statuses/437810718167937024">February 24, 2014</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
આની સાથે જ થરૂરે જણાવ્યું સુબ્રમણ્યમ સુનંદાની હત્યા થવાના કોઇ પુરાવા રજૂ કરે. રાજનીતિમાં સુબ્રમણ્યમને કોઇ ગંભીરતાથી નથી લેતું. થરૂરે એમ પણ જણાવ્યું કે દિલ્હી પોલીસ દ્વારા સુનંદા મામલાની તપાસની ગતિથી તેઓ ખુશ નથી.
અત્રે નોંધનીય છે કે સુનંદા પુષ્કરનું મોત 16 જાન્યુઆરીના રોજ દિલ્હીના એક ફાઇવ સ્ટાર હોટલમાં થઇ હતી. 21 જાન્યુઆરીના રોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુનંદાનું મોતને 'સડેન અને અનનેચરલ ડેથ' ગણાવવામાં આવ્યું. જ્યારે મોતની પાછળ અસલી કારણ ઝેર લેવાના કારણે થયું હોય તેવું મનાઇ રહ્યું હતું.












Click it and Unblock the Notifications
