દાઉદ માટે 'ગુત્થી'એ લખ્યો નરેન્દ્ર મોદીને ઓપન લેટર!!
લોકપ્રિય કોમેડિયન અને ગુત્થીના નામથી લોકપ્રિય એવા અભિનેતા સુનીલ ગ્રોવરે પોતાનો મજાકિયા અંદાજ છોડીને એક ગંભીર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓપન લેટર લખ્યો છે. સોની ચેનલના લોકપ્રિય શો 'ધ કપિલ શર્મા શો'ના ડૉ.મશહૂર ગુલાટીએ નરેન્દ્ર મોદીને લખેલા ખુલ્લા પત્રમાં તેમણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો ઇન્ટરવ્યૂ લેવા માટે વડાપ્રધાનની અનુમતિ માંગી છે.
અહીં વાંચો - દંગલ જોઇ સલમાને કહ્યું, I HATE YOU AAMIR!
નોંધનીય છે કે, અભિનેતા સુનીલ ગ્રોવર આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'કૉફી વિથ ડી'ને લીધે ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં અંડરવર્લ્ડની કહાણી છે અને સાથે વાર્તાને કોમેડીનો ટચ પણ આપવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સુનીલ પત્રકારનું પાત્ર ભજવી રહ્યાં છે.
કર્યાં વડાપ્રધાનના વખાણ
પોતાના પત્રમાં સુનિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી તેમને ધન્યવાદ કહ્યું છે. તેમણે લખ્યું છે કે, ભારતને ખુશહાલ અને સુરક્ષિત બનાવવાના તમારા પ્રયાસો બદલ અમે તમને ધન્યવાદ કહેવા માંગીએ છીએ, પછી એ સર્જીકલ સ્ટ્રાઇક હોય કે સફાઇ અભિયાન, તમારા પ્રયત્નો દેશને સાચી દિશા બતાવી રહ્યાં છે.
1993 પછી મુંબઇ દાઉદને ભૂલી શકે એમ નથી
હું તમને નિવેદન કરું છું કે, એક કૉફી સાથે હું એ વ્યક્તિ પાસેથી ઘણા સવાલોના જવાબ મેળવવા માંગુ છું, જેને 1993 પછી મુંબઇ ભૂલી શકે એમ નથી, જેનું નામ દાઉદ ઇબ્રાહિમ છે અને જે આપણા પાડોશી દેશમાં જઇને બેઠો છે.
1993 બોમ્બ બ્લાસ્ટના પીડિતો માટે ઘણી મોટી વાત
મને ખબર છે કે દાઉદને રાતોરાત ભારત ન લાવી શકાય, પરંતુ અમે માત્ર એટલું જ ઇચ્છીએ છે કે તે લોકો સમક્ષ આવે અને ઇન્ટરવ્યૂ આપે. આ 1993ના બોમ્બ બ્લાસ્ટ પીડિતો માટે ઘણી મોટી વાત બની રહેશે, જે આજ સુધી પોતાનું દુઃખ ભૂલી નથી શક્યા. અમારી ઇચ્છા છે કે તમે આ આમારી વિનંતીને ધ્યાનમાં લો.