For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી માટે અડવાણીથી અલગ થયા સુષમા સ્વરાજ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: દેશના સૌથી વૃદ્ધ રાજનૈતિક લાલ કૃષ્ણ અડવાણી પાર્ટીમાં નરેન્દ્ર મોદીના ઉદયની સાથે બેકફૂટ પર આવતા દેખાઇ રહ્યા છે. અહીં સુધી કે તેમની ખાસ સાથીદાર સુષમા સ્વરાજ પણ તેમની વાતોને ખાસ સમર્થન નથી આપી રહી. કહેવામાં આવ્યું રહ્યું છે કે અડવાણીનો મત તેલંગાણા મુદ્દે પાર્ટી નેતા અરૂણ જેટલી, નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ કરતા જુદો હતો, તેઓ ઇચ્છતા હતા કે એક અન્ય રાજ્યનું ગઠન થાય પરંતુ આ મુદ્દા પર પાર્ટીએ પોતાનો મત પહેલાથી જ સ્પષ્ટ કરી દીધો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર તેલંગાણા મુદ્દા પર પાર્ટી નેતાઓમાં બેઠક થઇ હતી, ત્યારબાદ પાર્ટીએ અડવાણીની ઇચ્છાને ગણકારવામાં આવી નહીં. આ મુદ્દા પર પાર્ટીના પ્રમુખ નેતાઓ સુષમા સ્વરાજ, રાજનાથ સિંહ, અરુણ જેટલી અને નરેન્દ્ર મોદીનો મદ પહેલાથી જ સ્પષ્ટ હતો. પાર્ટીનું માનવું છે કે તેલંગાણાને યૂપીએના પ્રભાવમાં અને સીમાન્ધ્રને ભાજપાના પ્રભાવમાં વિકસવા માટેની તક આપવામાં આવે.

આ ધ્યાન આપવા યોગ્ય બાબત છે કે આંધ્રમાં ભાજપનો પ્રભાવ નથી, માટે પાર્ટી તેલંગાણા મામલા પર સમર્થન કરીને ત્યાં કંઇક લાભ લેવાની કોશીશ કરી રહી છે. જ્યારે યૂપીએ સરકારે 2004માં જ તેલંગાણા નિર્માણની વાત કરી હતી, માટે જો આ વિભાજન ના થઇ શકતું તો પાર્ટીનો ફિયાસ્કો થઇ જતો.

sushma swaraj
આ પહેલા પણ નરેન્દ્ર મોદીને ગોવા કાર્યકારિણી બેઠકમાં ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવા અને તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા પર અડવાણીએ નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ તેમની નારાજગીને દરનિકાર કરી દેવામાં આવી. ત્યાર બાદ અડવાણીએ ઘણી વખત સાર્વજનિક મંચો પર મોદીના વખાણ પણ કર્યા હતા.

વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે ભાજપમાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ એક ચેનલને જણાવ્યું હતું કે અમારી પાર્ટીમાં ઘણા એવા લોકો છે જે વડાપ્રધાન પદ માટે યોગ્ય નથી પરંતુ અમારે જનતામાં લોકપ્રિયતાના આધારે અમારો ઉમેદવાર પસંદ કર્યો છે અને મોદીને ચૂંટણી પ્રચાર અભિયાનથી પાર્ટી ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવામાં પણ સફળ રહી છે.

English summary
According to sources Sushma Swaraj avoided Lal Krishan Advani's will on Telangana issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X