ચાલુ ટ્રેને છત ફાડીને લૂંટ્યા 5.78 કરોડ, ત્યારે જ લાગી ગઈ નોટબંધી
ચાલુ ટ્રેને છત ફાડીને લૂંટ્યા 5.78 કરોડ, પણ થઈ ગઈ નોટબંધી
નવી દિલ્હીઃ નોટબંધીથી દેશની અર્થવ્યવસ્થાને ફાયદો થયો કે નુકસાન તેના પર તો વર્ષો વાદ-વિવાદ થતો રહેશે પરંતુ આની સાથે જોડાયેલ એવો કિસ્સો સામે આવ્યો જે ગુજરાતી કહેવત 'નસીબ ખરાબ હોય, તો ઉંટ પર બેઠેલા વ્યક્તિને પણ કુતરું કરડી જાય'ને તદ્દન સાચી પાડે તેમ છે. આ ઘટના તમિલનાડુની છે. નોટબંધીના ત્રણ મહિના પહેલા ચાલુ ટ્રેનમાંથી 5.78 કરોડ રૂપિયાની ડકેતી થઈ હતી અને હાલ આ ઘટનાને અંજામ આપનાર પાંચેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને સેન્ટ્રલ જેલ મોકલી આપવામાં આવ્યા છે.

લૂંટ માટે કર્યું હતું ફુલ પ્લાનિંગ
ક્રાઈમ બ્રાન્ચ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ એક નિવેદન મુજબ એચ મોહન સિંહ, રુસી પારદી, મહેશ પારદી, કલિયા ઉર્ફ કૃષ્ણા ઉર્ફ કબ્બૂ અને બલ્ટિયાએ 2016માં સલેમ-ચેન્નઈ એગ્મોર એક્સપ્રેસમાંથી 5.78 કરોડની લૂંટ ચલાવી હતી, જેમને મધ્ય પ્રદેશની દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસ મુજબ એચ મોહિન સિંહ અને તેની ગેંગના સભ્યો 2016માં તમિલનાડુ આવ્યા હતા અને અહીં તેમણે રેલવે સ્ટેશન, ટ્રેનના ફાટક, પુલ નીચે, ટ્રેનના પાટાની બાજુમાં વગેરે જગ્યાએ કેટલાય દિવસો વિતાવ્યા હતા.

ચાલુ ટ્રેને ફિલ્મી ઢંગે લૂંટ કરવામાં આવી
જે બાદ આ તમામે ચિન્નાસલમ અને વિરુદચલમ સ્ટેશન વચ્ચે ટ્રેનમાં લૂંટ ચલાવવાનો ફેસલો કર્યો કેમ કે આ બંને સ્ટેશન વચ્ચે જ ટ્રેન અટક્યા વિના 45 મિનિટ સુધી દોડતી રહે છે. યોજના મુજબ મોહર સિંહ પોતાના ચાર સાથીઓ સાથે ચિન્નાસલમ સ્ટેશન પર ચઢી ગયો. ટ્રેન થોડી દૂર ગયા બાદ ચારેય શખ્સોએ પાર્સલ વેનની છ પર પહોંચી તેની છત પર બેટરીથી ચાલતા ઓઝારથી ગાબડું પાડી નાખ્યું. આગલા સ્ટેશન પહેલા ગુર્ગા મહેશ પારદી ઉભ્યો હતો તેની બાજુમાં રૂપિયા ભરેલી તમામ બેગ ફેંકી દીધી અને સ્ટેશન આવે તે પહેલા જ ચારેય શખ્સો ટ્રેન પરથી કૂદકો લગાવીને ફરાર થઈ ગયા.

પૈસાની વહેંચણી થાય ત્યાં સુધીમાં તો નોટબંધી થઈ ગઈ
પોલીસ મુજબ ગેંગના સભ્યોએ પૈસા અરસપરસ વહેંચી લીધા પરંતુ 2016માં લૂંટના ત્રણ મહિનામાં જ નોટબંધી થઈ ગઈ જેને કારણે તે લૂંટેલા કરોડો રૂપિયા તેમના માટે બેકાર થઈ ગયા. જણાવી દઈએ કે ચાલુ ટ્રેનમાં થયેલ ચોરીની ઘટનાથી સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ હલી ગયું હતું. ઘટનાના 6 મહિના બાદ તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
