For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિકાસના નામે યુપી સરકારે કોલકાતાના ફ્લાયઓવરની તસવીર છાપી, વિપક્ષે કરી ટીકા

યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને, તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે. આવી સ્થિતિમાં યોગી સરકાર દ્વારા એક ભૂલ કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

લખનઉ : યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને, તમામ પક્ષો સક્રિય થઈ ગયા છે. આવી સ્થિતિમાં યોગી સરકાર દ્વારા એક ભૂલ કરવામાં આવી હતી. જે બાદ વિરોધ ક્યાં અટકવાનો હતો, છેવટે તો મતનો પ્રશ્ન છે. યોગી સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેરાતો દ્વારા યુપીમાં વિકાસને લોકો સમક્ષ રાખી રહી છે.

up government

આવી જ એક જાહેરાતમાં જે તસવીરો મુકવામાં આવી હતી, તે કોલકાતા અને અમેરિકાની છે. TMC અને સપા સરકારે આ મુદ્દે યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપના વિકાસના દાવાને પોકળ ગણાવતા TMC સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજાએ કહ્યું કે, યોગી આદિત્યનાથ માટે યુપીમાં પરિવર્તન એટલે મમતા બેનર્જીના નેતૃત્વમાં બંગાળમાં કરવામાં આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી ચિત્રો ચોરવા અને યુપીમાં વિકાસ દર્શાવવો. ડબલ એન્જિન મોડેલ ભાજપના મજબૂત રાજ્યમાં ખરાબ રીતે નિષ્ફળ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે.

સપાએ યોગી સરકાર પર પણ નિશાન સાધ્યું

સમાજવાદી પાર્ટીએ પણ આ જાહેરાતોને લઈને યોગી સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. ટ્વિટર પર 'યુપી તક'ના સમાચાર ટ્વીટ કરતી વખતે એસપીએ લખ્યું,' મુખ્યમંત્રીના જુઠ્ઠાણાનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. જે યોગી સરકાર દ્વારા પાણીની જેમ વાપરવામાં આવી રહ્યા છે. તેમને જાહેરાતોમાં બતાવવા માટે કોઈ કામ કરવામાં આવ્યું નથી, પછી કોલકાતામાં થયેલા બાંધકામની તસવીર છાપીને તેમને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, આ શરમજનક છે કે, ભાજપ સરકાર જૂઠું બોલવામાં નંબર વન છે. જેના દિવસો ભરાઈ ગયા છે. '

સપા સાથે સંકળાયેલા આશિષ યાદવે ટ્વિટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું, 'બાબા જી બંગાળનું કામ યુપીનું કહી રહ્યા છે. એવું લાગે છે કે, પશ્ચિમ બંગાળનું નામ બદલીને ઉત્તર પ્રદેશ કરવામાં આવશે? "દમ મારો દમ" વાળો પ્રસાદ સમગ્ર સચિવાલયમાં ફેલાઈ ગયો છે કે શું?

નિવૃત્ત IAS અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે પણ કટાક્ષ કર્યો

નિવૃત્ત IAS અધિકારી સૂર્ય પ્રતાપ સિંહે પણ યોગી સરકારની આ કાર્યવાહી પર કટાક્ષ કર્યો હતો. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, "ઉત્તરપ્રદેશ પોલીસે કે જે ટ્વીટમાં 'પ્રતીકાત્મક તસવીર' મૂકવા માટે ગંભીર ગુના હેઠળમાં કેસ દાખલ કરી લે છે, તેમને આજે જણાવવું જોઈએ કે, જો મુખ્યમંત્રી અન્ય રાજ્યોમાંથી ચિત્રો ચોરી કરે અને જાહેરાતો આપે છે, અન્ય સરકારો દ્વારા આપવામાં આવતી નોકરીઓને પણ પોતાની ગણાવીને જાહેરાતો આપે છે, શું તેમની સામે પગલાં લેવાશે? કોઈ કાર્યવાહી કરવામાં આવશે?

આવો વિકાસ જોયો નથી - સંજય સિંહ (AAP)

આ સાથે જ આમ આદમી પાર્ટીએ પણ આ વહેતી ગંગામાં હાથ ધોયા હતા. યોગી સરકારની આ જાહેરાત પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, મેં આવો વિકાસ સાંભળ્યો કે જોયો નથી. અમારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી કોલકાતાનો ફ્લાયઓવર લખનઉ લાવ્યા છે.

યુપી સરકારમાં મંત્રી મોહસીન રઝાએ વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો

યોગી સરકારના મંત્રી મોહસીન રઝાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, જે તેની કલ્પનામાં પણ ન હતો કારણ કે, તેમણે ઉત્તર પ્રદેશને માત્ર વિનાશ સાથે જોયું હતું, તેણે ઉત્તર પ્રદેશના આવા વિકાસની ક્યારેય કલ્પના કરી ન હતી. બંગાળને અમારા કેટલાક મોડેલ ગમ્યા હશે અને તેમને અમારું મોડેલ અપનાવ્યું હશે. દરેક રાજ્ય ઇચ્છે છે કે, યુપીની જેમ તે પણ વિકાસમાં આગળની હરોળમાં ઉભા રહે. જે વિકાસ થઈ રહ્યો છે, તે બધાને દેખાય જ છે.

English summary
Describing the BJP's development claims as vague, TMC MP and Mamata Banerjee's nephew said that for Yogi Adityanath, change in UP means stealing pictures from the infrastructure built in Bengal under Mamata Banerjee's leadership and showing development in UP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X