For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અદભૂત: પેટ્રોલ નહી ફેસબુક, ટ્વિટથી ચાલશે આ કાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

car-facebook
નવી દિલ્હી, 28 મે: શું તમે ક્યારેય એવી કાર વિશે સાંભળ્યું છે જે પેટ્રોલ નહી પરંતુ ટ્વિટ અને ફેસબુક લાઇકથી ચાલતી હોય. જેટલી વધુ લાઇક અને ટ્વિટ થશે એટલી અંતર કાપશે આ કાર. અમેરિકાના કેનસાસ શહેરના વિદ્યાર્થીએ એક એવી કાર તૈયાર કરી છે જે 'સોશિયલ ફ્યૂલ' એટલે કે ટ્વિટ અને ફેસબુક લાઇક કરવાથી ચાલશે.

બની શકે કે તમને વિશ્વાસ ન આવે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ તેને હકિકતમાં ફેરવી દિધું છે. આ કાર વિશે સાંભળ્યા બાદ તમને લાગી રહ્યું હશે કે આ કેવી રીતે બનાવવામાં આવી છે અને આ કેવી રીતે કામ કરતી હશે.

સોશિયલ મીડિયા પાવર્ડ કારને વિદ્યાર્થીના સમૂહ માઇન્ડડ્રાવર્સે તૈયાર કરી છે. માઇન્ડડ્રાવર્સે 1967 મોડળવાળી 'ફોક્સવેગન કરમન ઘઇ'ને રિવેંપ કરી એક ઇલેકટ્રિક કાર તૈયાર કરી છે.

રિપોર્ટના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓએ કારના એન્જીનની જગ્યાએ ઇલેક્ટ્રિક મોટર અને લિથિયમ ઇઓન બેટરીને મુકી દિધી. ત્યારબાદ તેમને કારને ઇલેક્ટ્રીક સર્કિટ સિસ્ટમમાં એક ટેબલેટ પીસી મુકી દિધું. સર્કિટમાં રાખવામાં આવેલ પીસી માઇન્ડડ્રાઇવર્સના યૂ-ટ્યૂબ, ફેસબુક અને ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખે છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખવાની સાથે તે પાવર ફ્લોને કન્ટ્રોલ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો કારને માઇડડ્રાઇવર્સ દ્વારા ટ્વિટર પર કરવામાં આવતાં હેશટેટિંગ, ફેસબુક પર કરવામાં આવતી લાઇક, પોસ્ટ અને કોમેન્ટથી ઉર્જા મળે છે.

ઉદાહરણ તરીકે ટ્વિટર પર નવો યૂજર આવતાં 5 વોટ મળે છે અને ફેસબુક પર કેટલીક લાઇક કરતાં 1 વોટ જનરેટ થાય છે. ટ્વિટ કરવાથી આ કારના લિટલ બોક્સમાં સિગ્નલ મોકલે છે અને આનાથી સોશિયલ ફ્યૂલની ખબર પડે છે. ત્યારબાદ કાર દોડવાનું શરૂ કરે છે.

English summary
It often seems like teenagers are powered mainly by social media, so it only makes sense that a group of high school students would build a car that really was.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X