For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બસ એકપળ માટે નરેન્દ્ર મોદીને મળવા માંગે છે આ મહિલા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇંફાલ, 29 મે: સશસ્ત્ર બળ વિશેષાધિકાર અધિનિયમ રદ કરવાની માંગને લઇને ગત 13 વર્ષોથી અનિશ્વિત કાલીન ભૂખ હડતાલ કરી રહેલ માનવાધિકાર કાર્યકર્તા ઇરોમ શર્મિલા રાજ્યની સ્થિતિ વિશેમાં અવગત કરવા અને આ અધિનિયમને રદ કરવા માટે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માંગે છે.

ગઇકાલે દિલ્હી રવાના થતાં પહેલાં અહીં સંવાદદાતાઓ સાથે વાતચીતમાં શર્મિલએ કહ્યું હું વડાપ્રધાનમંત્રીને મળવાનો પ્રયત્ન કરીશ અને 1980માં રાજ્યમાં આ અધિનિયમને લાગૂ થયા બાદથી લોકો સમક્ષ આવી રહેલી સમસ્યાઓને ઉજાગર કરીશ. મણિપુરની 42 વર્ષીય લોહ મહિલાએ કહ્યું કે તે વડાપ્રધાનમંત્રી સાથે આ અધિનિયમને રદ કરવાનો પણ અનુરોધ કરશે.

જંતર-મંતર પર 2006માં એક ભૂખ હડતાળ કરવાના મુદ્દે પટિયાલા હાઉસ કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા સમંસ જાહેર કર્યા બાદ શર્મિલા રાષ્ટ્રીય રાજધાની રવાના થઇ. નવેમ્બર 2000માં ઇંફાલ હવાઇ મથકની નજીક અસમ રાઇફલના જવાનો દ્વારા દસ નાગરિકોની કથિત હત્યા બાદ, અધિનિયમને નાબૂદ કરવાની માંગને લઇને શર્મિલાએ અનિશ્વિત કાલીન ભૂખ હડતાળ શરૂ કરી હતી.

irom

પોરોમપટના સરકારી હોસ્પિટલમાં રાજ્ય સરકાર નાકના માધ્યમથી શર્મિલાને ખાવાનું ખવડાવવામાં આવી રહ્યું છે અને આ હોસ્પિટલને તેમના માટે જેલમાં ફેરવી દેવામાં આવી છે. તેમની આ પીડા જ તેમનો સંઘર્ષ છે, જે તેમણે દેશહિત માં કામ કરવા તથા પોતાના રસ્તા પર અગ્રેસર રહેવામાં મદદ કરે છે.

English summary
This lady wants to meet Narendra Modi once.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X