For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયુષ્માન ભારત યોજનામાં આ સર્વિસ નહીં મળે

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજનામાં મોતિયાના ઓપરેશન માટેની સુવિધા નહીં હોય. આનો અર્થ એ છે કે જે લોકોના મોતિયાની શસ્ત્રક્રિયા થાય છે તેમને આ યોજના હેઠળ લાભ નહીં મળે

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજનામાં મોતિયાના ઓપરેશન માટેની સુવિધા નહીં હોય. આનો અર્થ એ છે કે જે લોકોના મોતિયાની શસ્ત્રક્રિયા થાય છે તેમને આ યોજના હેઠળ લાભ નહીં મળે, આ માટે તેમને પૈસા ખર્ચ કરવા પડશે. નેશનલ હેલ્થ ઓથોરિટીએ કેન્સરની સારવાર અને ઘૂંટણની ફેરબદલ જેવા સર્જરીના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત મોતિયાના ઓપરેશનને પણ તેના ક્ષેત્રેથી દૂર કરવામાં આવ્યું છે.

Ayushman Bharat Yojana

આપને જણાવી દઈએ કે આયુષ્માન ભારત હેઠળના 1300 તબીબી પેકેજોના ખર્ચની સમીક્ષા કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. નીતી આયોગના સભ્ય પ્રોફેસર વિનોદ કે પોલ આ સમિતિના વડા હતા. આ સમિતિએ મંગળવારે આયુષ્માન ભારતના નવા બંધારણને અંતિમ રૂપ આપ્યું હતું.

આ સમિતિમાં હેલ્થ અને હેલ્થ રિસર્ચ સંશોધન સચિવ અને આયુષ્માન ભારતના સીઈઓ પણ શામેલ હતા. સમિતિ સમક્ષ સૌથી મોટું કાર્ય તબીબી પેકેજની સમીક્ષા કરવાનું હતું. આ નક્કી કરે છે કે કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત હેઠળની સારવાર માટે હોસ્પિટલોને કેટલા પૈસા ચૂકવશે.

આ પણ વાંચો: બેંકિંગ સેક્ટર માટે અરુણ જેટલીના આ બ્લૂપ્રિંટ સાથે આગળ વધી મોદી સરકાર

તમને જણાવી દઈએ કે આયુષ્માન ભારત યોજના ગત વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદથી, હોસ્પિટલો અને ડોકટરો પેકેજ હેઠળ સરકાર પાસેથી મળતી રકમની સમીક્ષાની માંગ કરી રહ્યા છે. સમિતિએ 200 પેકેજોના દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. તેઓએ 63 પેકેજોની કિંમત ઘટાડી છે.

ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, આ મામલે સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે પહેલા પેકેજમાં ઘણી ભૂલો હતી. ઉદાહરણ તરીકે, ડાબા સ્તન સર્જરી અને જમણા સ્તન સર્જરીની માત્રામાં 2000 રૂપિયાનો તફાવત છે. આવી ભૂલો હવે દૂર કરવામાં આવી છે. અધિકારીના જણાવ્યા મુજબ, યોજનાના કાર્યક્ષેત્રમાંથી મોતિયાના ઓપરેશનને દૂર કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: જીડીપીમાં ઘટાડાથી સામાન્ય માણસના જીવન પર કઈ રીતે થશે અસર

English summary
This service will not be available in Ayushman Bharat Yojana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X