For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1993 to 2013: સંજૂબાબાના કેસનું અતઃ થી ઇતિ

By Super
|
Google Oneindia Gujarati News

Sanjay-Dutt
1993માં મુંબઇમાં થયેલા વિસ્ફોટમાં આજે એટલે કે 21 માર્ચ 2013ના રોજ સુપ્રિમ કોર્ટ દ્વારા ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે. જેમાં બોલિવુડ અભિનેતા સંજય દત્તને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. સંજય દત્તને આર્મ્સ એક્ટના કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે સંજય દત્તે દોઢ વર્ષ જેલમાં વિતાવ્યા છે તેથી તેને હવે સાડા ત્રણ વર્ષ જેલમાં ગુજારવા પડશે. કોર્ટ દ્વારા એક મહિનાની અંદર સરેન્ડર કરવા અંગે સંજય દત્તને જણાવ્યું છે. ત્યારે અહીં સંજય દત્તના કેસનું અતઃ થી ઇતિ રજૂ કરવામાં આવ્યું છે.

મુંબઇ બ્લાસ્ટ: 'મુન્નાભાઇ ચલે જેલ' 5 વર્ષની સજા, યાકુબને ફાંસી</a><br><a href=સંજય દત્તની સજા બૉલીવુડના કરોડો ડુબાડશે?" title="મુંબઇ બ્લાસ્ટ: 'મુન્નાભાઇ ચલે જેલ' 5 વર્ષની સજા, યાકુબને ફાંસી
સંજય દત્તની સજા બૉલીવુડના કરોડો ડુબાડશે?" />મુંબઇ બ્લાસ્ટ: 'મુન્નાભાઇ ચલે જેલ' 5 વર્ષની સજા, યાકુબને ફાંસી
સંજય દત્તની સજા બૉલીવુડના કરોડો ડુબાડશે?

સંજય દત્તના કેસનું અતઃ થી ઇતિ

1- 12 માર્ચ 1993માં મુંબઇમાં શ્રેણી બદ્ધ વિસફોટ થયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગ, એર ઇન્ડિયા બિલ્ડિંગ નારિમાન પોઇન્ટ, હોટલ સી રોક, જુહુ સેન્ટર સહિતના 12 સ્થળે વિસ્ફોટ થયા હતા.

2-દેશમાં પહેલીવાર ઉપયોગમાં લેવાયેલા આરડીએક્સના કારણે દેશની 28 કરોડની સંપત્તિને નુક્સાન પહોંચ્યું હતું.

3- દાઉદ ઇબ્રાહિમ, ટાઇગર મેનન અને તેના ભાઇ યાકૂબ મેમણને આ શ્રેણીબદ્ધ વિસ્ફોટના મુખ્ય અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા.

4- ટાડા કોર્ટ દ્વારા 100માંથી 12ને ફાંસીની સજા અને 20 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

5- કોંગ્રેસના સાંસદ અને બોલિવુડના દિગ્ગજ અભિનેતા દિવંગત સુનિલ દત્તના પુત્રને એકે 56 અને 9એમએમ પિસ્તોલને ગેરકાયદે રીતે રાખવાના ગુન્હા સબબ 2006માં દોષી જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ અન્ય ગંભીર ગુન્હામાંથી તેને મુક્તિ આપવામાં આવી હતી.

6- સંજય દત્તે 18 મહિના જેલમાં વિતાવ્યા છે અને સુપ્રિમ કોર્ટે ટાડા કોર્ટના ચૂકાદાને માન્ય રાખી છે, જો કે સજા ઘટાડીને છ વર્ષમાંથી 5 વર્ષ કરી હોવાથી બાકીની સાડા ત્રણ વર્ષની સજા પણ તેણે ભોગવવી પડશે.

7- 1 નવેમ્બર, 2011ના રોજ શરૂ થયેલી આ સુનાવણી 10 મહિના સુધી ચાલી હતી અને અપીલ અને ક્રોસ અપીલના આધારે સુપ્રિમ કોર્ટે ઓગસ્ટ 2012ના રોજ ચૂકાદો અપેક્ષિત રાખ્યો હતો. 1993માં થયેલા આ વિસ્ફોટમાં 257 લોકોના મોત નિપજ્યા હતા અને 713 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

8- 2006માં સ્પેશિયલ ટાડા કોર્ટ દ્વારા સંજય દત્ત સહિતના 100 લોકોને દોષી ગણાવ્યા હતા, જેના સંબંધમાં અપીલ અને ક્રોસ અપીલ્સ ફાઇલ્ડ કરવામાં આવતા તેના પર સુપ્રિમ કોર્ટએ ચૂકાદો સંભળાવ્યો હતો.

9- બે આરોપી મોહમ્મદ ઇક્બાલને ફાંસીની સજા અને એસ એન થાપા(પૂર્વ કસ્ટમ અધિકારી)ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી જેમનું નિધન થયું હતું, જ્યારે આ કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં ચાલી રહી હતી. અન્ય 20 આરોપી કે જેમણે આજીવન કેદની સજા મેળવી હતી, તેમાંથી એકનુ મોત નિપજ્યું હતું જ્યારે બેને જામીન મળ્યા હતા, જ્યારે 17 લોકો આજીવન કેદની સજા સબબ જેલમાં છે. જ્યારે 10ની ફાંસીની સજા આજીવન કેદમાં બદલી નાંખવામાં આવી છે.

26 એપ્રીલ 1993થી 21 માર્ચ 2013 સુધીનો ઘટનાક્રમ

26 એપ્રીલ, 1993: સંજય દત્તે પોતાનો ગુન્હો કબુલ્યો, પરંતુ બાદમાં તેણે ફેરવી તોળ્યું

3 મે, 1993: સંજય દત્ત જામીન પર છૂટ્યો

4 જુલાઇ, 1994: જામીન રદ કરવામાં આવ્યા અને તેની ફરીથી જેલમાં મોકલવામાં આવ્યો

16 ઓક્ટોબર, 1995: 18 મહિના જેલમાં ગુજાર્યા બાદ સંજય દત્તને ફરીથી જામીન મળ્યા.

27 નવેમ્બર, 2006: 1993 મુંબઇ વિસ્ફોટ કેસમાં ટાડા કોર્ટે ચૂકાદો સંભળાવ્યો અને સંજય દત્તને સમન્સ પાઠવ્યું.

28 નવેમ્બર, 2006: આર્મ્સ એક્ટ હેઠળ સંજય દત્તને દોષી જાહેર કરાયો પરંતુ અન્ય કેસોમાંથી તેને મુક્તિ આપવામાં આવી.

જુલાઇ 2007: સંજય દત્તને એકે 56 અને 9એમએમ પિસ્તોલને ગેરકાયદે રીતે રાખવાના ગુન્હા સબબ 2006માં દોષી જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ અન્ય ગંભીર ગુન્હામાંથી તેને મુક્તિ આપવામાં આવી હતી.

2 ઓગસ્ટ, 2007: સંજય દત્તની ફરીથી ધરપકડ કરવામાં આવી અને તેને યરવાડા જેલમાં મોકલવામાં આવ્યો.

20 ઓગસ્ટ, 2007: સુપ્રિમ કોર્ટ દ્વારા સંજય દત્તને જામીન આપવામાં આવ્યા.

21 માર્ચ, 2013: સુપ્રિમ કોર્ટ દ્વારા સંજય દત્તને પાંચ વર્ષની સજા સંભળાવી અને ચાર અઠવાડિયાની અંદર આત્મસમર્પણ કરવા જણાવ્યું.

English summary
The Supreme Court has begun delivering its verdict in the 1993 Mumbai blasts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X