For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014ના ટોપ 5 વિવાદાસ્પદ નિવેદન: વર્ષ 2014માં આ નેતાઓની જીભ લપસી ગઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા): બદનામ થશો તો શું ના નહી થાય, આ કહેવતને ઘણા નેતાઓએ ચર્ચામાં રહેવાની સારી રીત ગણી લીધી છે. બિન-જવાબદારથી માંડીને ભડકાઉ ભાષણ અને વિવાદાસ્પદથી માંડીને આધારહિન નિવેદનબાજી કરીને સમાચારોમાં છવાયેલા રહે છે. તેમને નિવેદનોની તાકતનો અહેસાસ થાય છે. વિચાર અને વિચારધારાના સ્તર પર નેતાઓમાં ભલે જ તમામ મતભેદો હોય, પરંતુ હલકી નિવેદનબાજી કરવામાં એક છે. આવો આપણા કેટલાક નબીરાઓના નિવેદનોને સમજીએ.

ગોરખપુરથી સાંસદ અને મહંત આદિત્યનાથે 6 ડિસેમ્બરની ઘટનાને હિન્દુઓ માટે શૌર્ય, સ્વાભિમાન અને એકતાનું પ્રતિક ગણાવ્યું છે. 15 ડિસેમ્બરના રોજ બિહારના વૈશાલી જિલ્લામાં સંતોની એક સભામાં યોગી આદિત્યનાથે કહ્યું, જે પ્રકારે સંતોની એકજુટતાએ બાબરી મસ્જિદનો સત્યાનાથ કર્યો, તે પ્રકારે દેશમાં હિન્દુ વિરોધી તત્વોને ખતમ કરવા માટે સંતોની એકજુટતાની જરૂર છે.

તાજ મહેલ બને વક્ફ સંપત્તિ: આજમ ખાન

તાજ મહેલ બને વક્ફ સંપત્તિ: આજમ ખાન

ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી આજમ ખાનની જીભ વધુ લપસે છે. આમ તો સતત વિવાદાસ્પદ નિવેદનો આપતાં રહે છે, પરંતુ તેમના આ નિવેદનને જુઓ. ઉત્તર પ્રદેશના વક્ફ મંત્રી આજમ ખાને કહ્યું કે તાજમહેલને વક્ફની સંપત્તિ જાહેર કરી દેવી જોઇએ અને તેની કમાણી મુસ્લિમોના વિકાસમાં ખર્ચ કરવી જોઇએ. આજમ ખાને સલાહ આપી કે તાજમહેલ અને તેનાથી થનાર આવક રાજ્યના વક્ફ બોર્ડને સોંપવી જોઇએ કારણ કે આ સ્મારક એક મકબરો છે. શહેરી વિકાસ મંત્રીએ કહ્યું, 'તાજમહેલ એક મકબરો છે અને પ્રત્યેક મકબરો 'વક્ફ' છે અને તે સુન્ની કેન્દ્રિય વક્ફ બોર્ડના હેઠળ આવે છે. આજમ ખાને કહ્યું કે 'તાજમહેલ બે મુસલમાનો શાહજહાં અને મુમતાજ મહેલનો મકબરો છે.

નિતિન ગડકરી- લક્ષ્મીને ના પાડશો નહી

નિતિન ગડકરી- લક્ષ્મીને ના પાડશો નહી

કેન્દ્રિય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ 2 ઓક્ટોબરના રોજ એક વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીય ચર્ચા શરૂ કરી દિધી. નિતિન ગડકરીએ એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં જનતાને કહ્યું કે, લક્ષ્મીને ના પાડશો નહી. નિતિન ગડકરીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે બસ એક વાત યાદ રાખજો ખાવ, પીવું હોય તો પીવો, જે મળવાનું છે તે બધુ લઇ લો. તમે સમજી ગયા હશો કે જો કે તે શું કહેવા માંગે છે.

બળાત્કારીઓથી ભૂલ થઇ જાય છે: મુલાયમ સિંહ યાદવ

બળાત્કારીઓથી ભૂલ થઇ જાય છે: મુલાયમ સિંહ યાદવ

મુલાયમ સિંહ યાદવ વિવાદાસ્પદ નિવેદનબાજી કરવામાં ક્યાં પાછળ છે. ઉત્તરપ્રદેશમાં કાનૂન અને વ્યવસ્થાની કથળતી સ્થિતી પર થતી ટિકાઓ વચ્ચે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે કહ્યું, વસ્તીની દ્રષ્ટિએ યૂપીમાં ક્રાઇમ ઓછો છે, સાથે જ તેમણે કહ્યું, સરકાર પાસે દરેક ક્રાઇમ પર નિયંત્રણની આશા રાખવી ન જોઇએ. 11 એપ્રિલના રોજ મુરાદાબાદમાં યોજાયેલી ચૂંટણી સભામાં તેમણે એક 'અત્યંત સંવેદનશીલ અને વિવાદાસ્પદ' નિવેદનમાં કહ્યું કે છોકરા ક્યારેય-ક્યારેક ભૂલ કરી દે છે અને બળાત્કારીઓને મોતની સજા ન મળવી જોઇએ. તેમણે એમપણ કહ્યું કે કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી તે કાયદામાં ફેરફાર કરી બળાત્કારીઓને ફાંસીની સજાની જોગવાઇને ખતમ કરી દેશે. મુલાયમ સિંહ યાદવે આ વાત મુરાદાબાદમાં એક જનસભામાં મુંબઇ શક્તિ મિલ્સમાં થયેલી બળાત્કારની બે ઘટનાઓમાં કોર્ટ દ્વારા દોષીઓને મળેલી મોતની સજા સંદર્ભે કહ્યું.

રામજાદે કે હરામજાદે

રામજાદે કે હરામજાદે

તમે આને આ વર્ષનું સૌથી ખરાબ નિવેદન ગણી શકો છો. દિલ્હીમાં ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત કરતાં કેન્દ્રિય રાજ્ય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ આપત્તિજનક ટિપ્પણી કરી દિધી. એક જનસભામાં તેમણે કહ્યું કે મતદારોને 'રામજાદો' અને 'હરામજાદો'માંથી પસંદ કરવા પડશે. પછી આ મુદ્દે સ્પષ્ટતા આપતાં તેમણે કહ્યું કે ભારતમાં બધા લોકો રામના સંતાનો છે અને બાકી ધર્મોના લોકો કન્વર્ટેડ છે. પશ્વિમી દિલ્હીના શ્યામ નગરમાં એક રેલીને સંબોધિત કરતાં યૂપીના ફતેહપુરથી ભાજપના સાંસદ સાધ્વી જ્યોતિએ કહ્યું, 'તમારે નક્કી કરવાનું છે કે દિલ્હીમાં સરકાર રામજાદોની બનશે કે હરામજાદોની. આ તમારો ફેંસલો છે.'

મનમોહનને જવાબદાર ગણાવ્યા

મનમોહનને જવાબદાર ગણાવ્યા

વિવાદાસ્પદ નિવેદનમાં કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સૌથી આગળ છે. કાર્યસમિતિની બેઠક પહેલાં પાર્ટીના મહાસચિવ દિગ્વિજય સિંહે વડાપ્રધાનમંત્રીને સારા નાણામંત્રી ગણાવતાં કહ્યું કે એક સારા પીએમને એક વધુ આક્રમક હોવું જોઇતું હતું. તેમણે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનનું કારણ પાર્ટીના નેતાઓની જનતા સાથે સંવાદહીનતાને ગણાવી છે. એક પ્રકારે તેમણે મનમોહન સિંહને જવાબદાર ગણાવ્યા.

English summary
Will our Netas ever speak with caution and care ? We have many leaders who speak gutter language during year 2014. Here are some hate statements by our netas in 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X