ત્રણ તલાક કાનૂની કે ગેરકાનૂની? સુપ્રીમ કોર્ટ આજે કહેશે નિર્ણય

Posted By:
Subscribe to Oneindia News

ત્રણ તલાક પર ચાલી રહેલા વિવાદ બાદ આજે સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાનો નિર્ણય જાહેર કરશે. આ મામલે 5 જજોની સંવૈધાનિક બેંચ પોતાના નિર્ણય જાહેર કરશે. તમને જણાવી દઇએ કે 11 મેથી સુપ્રીમ કોર્ટમાં થયેલી ત્રણ તલાકના મુદ્દેની સુનવણી 18 મેના રોજ પૂર્ણ કરવામાં આવી હતી. અને કોર્ટે પોતાના આદેશને તે દિવસ સુરક્ષિત રાખી લીધો હતો. ત્યારે આજે એટલે કે મંગળવારે ત્રણ તલાકના મુદ્દે કોર્ટ નક્કી કરશે કે શું ત્રણ તલાકથી મહિલાઓના અધિકારોને નુક્શાન થાય છે? શું આ કાનૂન કાયદેસર છે કે પછી ગેરકાનૂની અને શું ત્રણ તલાક ઇસ્લામના મૂળ ભાગ છે કે નહીં?

Supreme Court

કોર્ટ આ મામલે સવારે 10:30 પોતાનો નિર્ણય કહેશે. વધુમાં કેન્દ્ર દ્વારા જાહેર અરજીમાં કેન્દ્ર ત્રણ તલાકને કાનૂની નથી માનતી. ત્યારે હાલ તો તમામ લોકોની નજર સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર અટકીને ઊભી છે. ઉલ્લેખનીય છે કે અનેક મુસ્લિમ મહિલાઓનું માનવું છે કે અનેક વાર ત્રણ તલાકનો દૂર ઉપયોગ કરવામાં આવે છે અને જેના લીધે પુરુષોને તે ફાયદો મળે છે પણ મહિલાઓને સૌથી વધુ હેરાન થવાનો વારો આવે છે. ત્યારે આજે આ મામલે સુપ્રીમ કોર્ટ શું કહે છે તે હવે જોવાનું રહ્યું.

English summary
The Supreme Court would on Tuesday pronounce a historic judgment on the controversial issue of whether the practice of triple talaq among Muslims is fundamental to the religion.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.