For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બન્ને ભાઇઓ થશે એક? ઉદ્ધવનો આડકતરો ઇશારો

By Super
|
Google Oneindia Gujarati News

raj_uddhav_thackrey
મુંબઇ, 30 જાન્યુઆરીઃ શિવસેના સુપ્રિમો બાલ ઠાકરેના નિધન બાદ શિવસેનાની કમાન સંભાળનારા ઉદ્ધવ ઠાકરેએ આડકતરી રીતે રાજ ઠાકરે સમક્ષ એકતાનો હાથ આગળ કર્યો છે. તેમણે આ મુદ્દે પહેલીવાર પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું છે કે, તાલી એક હાથે નથી વાગતી. શિવસેના અને એમએનએસ એક થશે કે નહીં તેનો જવાબ હું એકલો કેવી રીતે આપી શકું?

નોંઘનીય છે કે પાર્ટીના મુખપત્ર સામનામાં ઉદ્ધવ ઠાકરેને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું શિવસેના અને એમએનએસ એક સાથે આવી શકે છે? તો ઉદ્ધવે જવાબ આપતા કહ્યું કે તાલી એક હાથે નથી વાગતી. સેના અને એમએનએસ એક સાથે આવશે કે નહીં તેનો જવાબ હું એકલો કેવી રીતે આપી શકું? આ પ્રશ્ન અમને બન્નેને સાથે બેસાડીને પૂછો, જો આ પ્રશ્ન એક સાથે પૂછશો તો સારું રહેશે, કારણ કે જવાબ એક તરફથી નહીં પરંતુ બન્ને તરફથી આવવો જોઇએ.

જ્યારે ઉદ્ધવને પૂછવામાં આવ્યું કે રાજ ઠાકરે તમારી પાસે પ્રસ્તાવ લઇને આવે તો? જવાબમાં કહ્યું કે, કોઇ શિવસેનામાં હૃદયપૂર્વક આવવા માટે તૈયાર છે તો હું તેનું સ્વાગત કરીશ. ઉદ્ધવના આ પ્રકારના ઇન્ટરવ્યું પરથી એ વાતનું અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે કે રાજ ઠાકરેને ફરીથી શિવેસના સાથે જોડવા માટે ઉદ્ધવ ઠાકરેનો આ આડકતરો ઇશારો છે.

આ તકે શિવસેના પ્રવક્તા સંજય રાઉતે સામનામાં છપાયેલા ઇન્ટરવ્યું અંગે કહ્યું છે કે, આ ઇન્ટરવ્યુંનો બીજો ભાગ આવતા અંકમાં છપાશે. ઉદ્ધવે કહ્યું છે કે બન્ને વચ્ચે કોઇ મતભેદ નથી. જો બન્ને સાથે હશે તો રાજકારણમાં નવો વળાંક આવશે.

English summary
in the Shiv Sena mouthpiece Saamna, the party president Uddhav Thackeray has extended an olive branch to his warring cousing Raj Thackeray.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X