For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ કેસઃ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર મોટી કાર્યવાહી, આર્મ્સ લાઈસેન્સ રદ્દ થયાં

ઉન્નાવ કેસઃ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર મોટી કાર્યવાહી, આર્મ્સ લાઈસેન્સ રદ્દ થયાં

|
Google Oneindia Gujarati News

ઉન્નાવઃ ઉન્નાવ રેપ કેસના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરના શસ્ત્ર લાઈસેન્સ 15 મહિના બાદ શુક્રવારે મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી બાદ કેન્સલ કરી દેવામાં આવ્યાં. જેમાં એક બંધૂક, એક રાઈફલ અને એક રિવોલ્વર સામેલ છે. જણાવી દઈએ કે હાઈકોર્ટે સેંગરના હથિયારના લાઈસેન્સને લઈ સીબીઆઈ પાસે રિપોર્ટ માંગ્યો હતો. સીબીઆઈએ પોતાના રિપોર્ટમાં લાઈસેન્સ રદ્દ કરવાની ભલામણ કરી હતી. શુક્રવારે આ મામલાની સુનાવણી થનાર હતી.

2018માં રિપોર્ટ નોંધાયો

2018માં રિપોર્ટ નોંધાયો

ઉલ્લેખનીય છે કે બાંગરમઉથી ભાજપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વરુદ્ધ એપ્રિલ 2018માં ગેંગરેપનો રિપોર્ટ નોંધાયો હતો. ધારાસભ્યની ધરપકડ કરી જેલ મોકલવામાં આવ્યા હતા. હાલ સીબીઆઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જે બાદ પીડિત પક્ષે ધારાસભ્યના શસ્ત્ર લાઈસેન્સ રદ્દ કરવાની માંગ કરી હતી. ધારાસભ્ય પાસે તેમના નામે એક રાઈફલ, એક રિવોલ્વર અને એક બંદૂક છે.

CBIએ શસ્ત્ર લાઈસેન્સ રદ્દ કરવાની ભલામણ કરી હતી

CBIએ શસ્ત્ર લાઈસેન્સ રદ્દ કરવાની ભલામણ કરી હતી

રેપકાંડની સીબીઆઈ તપાસ થવા અને હાઈકોર્ટ દ્વારા મામલા સંજ્ઞાનમાં લઈ ગયા બાદ સીબીઆઈ તપાસ થઈ અને હાઈકોર્ટે મામલાની જાણકારી મેળવ્યા બાદ ધારાસભ્યના શસ્ત્ર લાઈસેન્સ રદ્દ કરવાની ભલામણ કરી હતી. જેનો કેસ જિલ્લાધિકારીની કોર્ટમાં ચાલી રહ્યો હતો. સમયની સાથે શસ્ત્ર નિરસ્ત કરવાની ફાઈલ કાગળોમાં દબાતી ગઈ હતી. મામલો બીજીવાર સામે આવ્યો ત્યારે પ્રશાસને લાઈસન્સ રદ્દ કરવાની પ્રક્રિયા કરી.

ડીએમે લાઈસન્સ રદ્દ કરવાનો આદેશ આપ્યો

ડીએમે લાઈસન્સ રદ્દ કરવાનો આદેશ આપ્યો

શુક્રવારે જિલ્લાધિકારી દેવેન્દ્ર પાંડેયે જણાવ્યું હતું કે લાઈસેન્સ રદ્દ કરવાની પ્રક્રિયા ન્યાયિક છે, ન કે પ્રશાસનિક. પાંડેયે કહ્યું હતું કે હથિયાર રદ્દ કરવાના સંદર્ભમાં પોલીસનો રિપોર્ટ આવી ચૂક્યો છે. ધારાસભ્ય કુલદીપ સેંગર તરફથી તેમના અધિવક્તાએ જવાબ પણ દાખલ કર્યો હતો. ગત દિવસોમાં અધિવક્તા હડતાળ પર હતા. ગત દિવસોમાં અધિવક્તા હડતાળ પર હતા, માટે સુનાવણી ન થઈ શકી હતી. મામલાની સુનાવણી ફરી શરૂ થઈ અને મોડી સાંજે જિલ્લા મેજિસ્ટ્રેટે ધારાસભ્યના ત્રણેય લાઈસેન્સ રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો.

ઉન્નાવ રેપ પીડિતાને દિલ્હી એરલિફ્ટ કરવા પર 5 ઓગસ્ટે સુપ્રીમમાં સુનાવણી થશેઉન્નાવ રેપ પીડિતાને દિલ્હી એરલિફ્ટ કરવા પર 5 ઓગસ્ટે સુપ્રીમમાં સુનાવણી થશે

English summary
unnao rape case: kuldeep singh senger's weapon license cancelled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X