For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણાને અલગ રાજ્યનો દરજ્જો આપવા કેવી પ્રક્રિયા હાથ ધરાશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 31 જુલાઇ : આંધ્રપ્રદેશના ભાગલા કરી તેમાંથી અલગ તેલંગાણા રાજ્ય બનાવવાની માંગ આજની નહીં પણ છેલ્લા પાંચ દાયકાથી ચાલી રહી છે. મંગલવારે લાંબી રકઝક બાદ કેન્દ્રમાં સત્તારૂઢ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે સર્વસંમતિથી તેલંગાણાના અલગ રાજ્યનો દરજ્જો આપવા અંગે સંમતિ આપી દીધી છે. હવે તેલંગાણા દેશનું 29મુ રાજ્ય બનશે. જો કે આ મુદ્દે સહમતિ ભલે મળી ગઇ પરંતુ તેની રચના અને ઔપચારિક પ્રક્રિયાનું કામ આવતા વર્ષે જ શરૂ થઇ શકશે.

અલગ રાજ્ય બનાવવાની પ્રક્રિયા હેઠળ
1 - કેબિનેટ પોતાની યોજના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે ચર્ચા કરશે અને આંધ્રપ્રદેશ વિધાનમંડળના સભ્યોની સલાહ લેવામાં આવશે.

2 - ત્યાર બાદ વડાપ્રધાન રાજ્યના ત્રણે ક્ષેત્રો તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા અને તેલંગાણાના નેતાઓ વચ્ચે રાજસ્વ અને પાણીની વહેંચણી જેવા મુદ્દા પર એક મત તૈયાર કરવા માટે વડાપ્રધાન એક સમિતીની રચના કરશે.

3 - ત્યાર બાદ સંસદના બંને સદનમાં અલગ રાજ્ય બનાવવાની દરખાસ્ત પસાર કરવામાં આવશે.

telangana-map

તેલંગાણાને 1956માં આંધ્રપ્રદેશમાં મેળવવામાં આવ્યું હતું. ત્યારથી અનેકવાર અલગ તેલાંગાણા રાજ્ય માટે અનેક અભિયાનો અને ચળવળ ચલાવવામાં આવી ચૂકી છે. વર્ષ 2000માં અલગ તેલંગાણા રાજ્ય ચળવળે ફરી એકવાર જોર પકડ્યું. ત્યારથી આંધ્રપ્રદેશના હૈદરાબાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો થતા રહ્યા છે. ધીરે ધીરે ગંભીર સ્વરૂપ લઇ રહેલી માંગણીને લઇને કેન્દ્ર સરકારે 9 ડિસેમ્બર, 2009ના રોજ રિપોર્ટ માંગ્યો હતો. ત્યારથી આજ સુધી આ મુદ્દે અનેક વાર બેઠકો યોજાઇ ચૂકી છે. છેવટે હવે રાજકીય પક્ષો વચ્ચે તે માટે એક મત સાધી શકાયો છે.

English summary
What procedure remain for give Telangana statehood?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X