For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 વાતોના કારણે વડાપ્રધાન મોદીએ પાક.ની ઊંધ ઉડાડી છે!

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા સાઉદી અરબની યાત્રા પર ગયા હતા. તેમની આ યાત્રાને સાઉદી અરબે ખૂબ જ મહત્વપૂર્ણ કરાર કરી છે. પણ ત્યાં જ કોઇ તેવું પણ છે જેને મોદીની આ મુલાકાતથી પેટમાં દુખવો ઉપડ્યો છે. અને તે છે પાકિસ્તાન.

અમેરિકાના ટોપના એક્સપર્ટનું માનીએ તો પીએમ મોદીની આ વિદેશ યાત્રા, ભારતીય કૂટનિતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. અને બન્ને દેશાને ખાલી આર્થિક રીતે જ નહીં પણ રણનિતીના રીતે પણ ખૂબ જ નજીક લાવી શકે છે.

અમેરિકી થિંક ટેક, ઇન્ડિયર ઇનિશિએટીવ ઓફ ધ હડસન ઇન્સ્ટીટ્યૂટમાં કામ કરતા ભારતીય મૂળના અપર્ણા પાંડેએ વડાપ્રધાનની આ યાત્રા પર ટિપ્પણી આપી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનને પાછલા આટલા વર્ષોથી સાઉદી અરબનું એક મહત્વપૂર્ણ સાથી અને આર્થિક મદદગાર માનવામાં આવતું હતું. પણ મોદીના પ્રવાસ પછી જે કંઇ પણ થયું તેનાથી પાકિસ્તાનની ઊંધ ઉડી શકે છે કંઇ રીતે વધુ જાણો અહીં...

મિત્ર ખોવાનો ડર

મિત્ર ખોવાનો ડર

પીએમ મોદીની હાલની સાઉદી યાત્રાથી પાક.ને પરેશાની થઇ શકે છે. વળી સંભાવામાં તો તે પણ આવ્યું છે કે પાકિસ્તાન સાઉદી અરબ જેવું પોતાનું માલદાર મિત્ર ખોઇ બેસે.

ધર્મ અને ઇન્ટરનેશનલ રિલેશન

ધર્મ અને ઇન્ટરનેશનલ રિલેશન

પાકે તે વાત ના ભૂલવી જોઇએ કે આંતરાષ્ટ્રીય સંબંધો દેશના હિતો સાથે પણ જોડાયેલા હોય છે અને તે હંમેશા માટે ખાલી ધર્મ પર આધારીત ના હોઇ શકે.

કેમ નજીક આવી રહ્યા છે ભારત અને સાઉદી અરબ

કેમ નજીક આવી રહ્યા છે ભારત અને સાઉદી અરબ

અપર્ણાનું કહેવું છે કે આર્થિક અને રણનીતિક મુદ્દાના કારણે ભારત અને સાઉદી અરબ નજીક આવી રહ્યા છે. બન્ને ક્ષેત્રોમાં ભારત અને બાકી દેશોની સાથે તેમના સંબંધો તેમને આગળ વધારી રહી છે.

ભારતને માને છે દુશ્મન

ભારતને માને છે દુશ્મન

અપર્ણાના મુજબ પાકના લોકો ભારતને પોતાનો દુશ્મન માને છે. ત્યારે તેવામાં આ યાત્રા ભારત અને પીએમ મોદી માટે એક જીતની સમાન છે.

પાક.ના કોઇ નેતાનું નથી થયું સન્માન!

પાક.ના કોઇ નેતાનું નથી થયું સન્માન!

વડાપ્રધાનની યાત્રા દરમિયાન સાઉદી સુલ્તાન શાહ સલમાન બિન અબ્દુલ અજીજે મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર "ધ કિંગ અબ્દુલ અજીજ ઓર્ડર"થી નવાજ્યા. પાકિસ્તાનના કોઇ નેતાને આવું કોઇ સન્માન ક્યારેય નથી મળ્યું.

મદદ પછી પણ પાક નજરઅંદાજ

મદદ પછી પણ પાક નજરઅંદાજ

સઉદી અરબને પાકે પાછલા અનેક વર્ષોમાં અરબો ડોલરની મદદ કરી છે. પાકના અનેક નાગરિકોને અહીં રોજગાર માટે બોલવવામાં આવે છે.

સાઉદી સાથે વેપાર

સાઉદી સાથે વેપાર

અપર્ણા પાંડેના કહેવા મુજબ વર્ષ 2014-15માં 39.4 અરબ ડોલરનો દ્રિપક્ષીય વેપાર કરવાના કારણે ભારત અને સાઉદી અરબ આર્થિક રીતે એક બીજાથી ખૂબ જ નજીક આવી ગયા છે. પાકિસ્તાન અને સાઉદી અરબની વચ્ચે ખાલી 6.1 અબર ડોલરનો જ વેપાર થયો છે.

પાકને છે ભય!

પાકને છે ભય!

ભારત માટે સાઉદી અબર તેલ આયત કરવાનું મુખ્ય સ્ત્રોત છે. તે ભારતની પાંચમાં ભાગની તેલની આપૂર્તિ કરે છે. સાઉદી અરબ માટે ચીન, જાપાન, અમેરિકા અને દક્ષિણ કોરિયાના પછી ભારત તેનું સૌથી મોટું ઉપભોક્તા છે.

સાઉદી અરબ જનાર ચોથા પીએમ

સાઉદી અરબ જનાર ચોથા પીએમ

નોંધનીય છે કે વર્ષ 1956માં જવાહરલાલ નહેરુ, 1982માં ઇન્દિરા ગાંધી અને વર્ષ 2010માં મનમોહન સિંહ પછી મોદી ભારતના ચોથા વડાપ્રધાન છે જેમણે સાઉદી અરબની મુલાકાત લીધી છે.

English summary
A leading US expert feels that PM Narendra Modi's Saudi Arabia visit is making Pakistan insecure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X