For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગંગાજળ છાંટતાં જ મુસલમાનમાંથી હિન્દુ બની ગઇ મહિલા!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દહેરાદુન: એક મહિલા જેને પ્રેમના જાળમાં ફસાવી અપહરણ કર્યું, ધર્મ પરિવર્તન કરી હિન્દુમાંથી મુસલમાન બનાવવામાં આવી. લગભગ છ મહિના બાદ મહિના મહિલા મળી આવી અને તેના પર ગંગાજળ છાંટવામાં આવ્યું તો તે ફરીથી હિન્દુ બની ગઇ. આ વિચિત્ર ઘટના ઉત્તરાખંડની છે.

આ કહાણીની શરૂઆત છ મહિના પહેલાં જ્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશીના મનેરી પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગુમ મહિલાના પતિએ જણાવ્યું હતું કે તેની પત્ની અચાનક ગાયબ થઇ ગઇ છે. તે પોતાના સાથે 30 હજાર રૂપિયા અને ઘરેણાં લઇને ગઇ છે. તેને પૂછવામાં આવ્યું કે તેને કોના પર શંકા છે, તો પતિએ નજીકના વિસ્તારમાં રહેતા નજાકત પર શંકા વ્યક્ત કરી.

પોલીસે કાર્યવાહી શરૂ કરી, પરંતુ શરૂઆતી મહિનાઓમાં સફળતા ન મળી. પરંતુ ગત અઠવાડિયે પોલીસને સંકેત મળ્યા તો મહિલાને ઉત્તર પ્રદેશના બિજનૌરથી પકડી પાડી. પોલીસ મહિલાને ઉત્તરાખંડ પરત લાવી. પોલીસે મહિલાના પતિને આ અંગે સૂચના આપી. પતિ પોલીસ મથકે પહોંચ્યો તો પોતાની આપવીતિ સંભળાવી.

મહિલાએ જણાવ્યું કે નજાકતના પ્રેમમાં પાગલ થઇ ગઇ હતી, એટલા માટે તેની સાથે ભાગીને લગ્ન કરવાનું પગલું ભર્યું. નજાકત તેને ઉત્તરાખંડથી ગાજિયાબાદ અને પછી બિજનૌર લઇ ગયો. આ દરમિયાન તેણે મહિલાનો ધર્મ પરિવર્તન કરાવી મુસલમાન બનાવ્યો. નજાકત તેની સામે લગ્નનો પ્રસ્તાવ રાખી ચૂક્યો હતો, પરંતુ આ દરમિયાન તેની અસલિયત સામે આવવા લાગી. બંને વચ્ચે ઝઘડા પણ થવા લાગ્યા. મહિલાની અહીંયા સુધીની કહાણી કોઇ લવ જેહાદથી ઓછી નથી.

જવા દો વિચિત્ર નજારો તો ત્યારે જોવા મળ્યો જ્યારે મનેરીને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી મહિલા વિશે સ્થાનિક એબીવીપી અને ભાજપના નેતાઓને ખબર પડી તો તે પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા. ધર્મ પરિવર્તન કરવાનો વિરોધ કરવા લાગ્યા. પરંતુ મહિલાનો પતિ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો, તે તેને અપનાવવા માંગે છે, પરંતુ સ્થાનિક નેતાઓએ મહિલાઓને અપવિત્ર ગણાવી દિધી. આ દરમિયાન નેતાઓએ મહિલાનું શુદ્ધિકરણ કરાવવાની સલાહ આપી.

પછી શું, મહિલાનું પોલીસ સ્ટેશનમાં જ ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરવામાં આવ્યું. એટલે કે એબીવીપી નેતાઓની નજરમાં મહિલા ગંગાજળ છાંટી બાદ હિન્દુ બની ગઇ. અને ત્યારે તેના પતિએ પણ તેને અપનાવી લીધું. રસપ્રદ વાત તો એ છે કે આ બધુ ઇન્સપેક્ટર સાહેબની સમક્ષ થયું.

અમે તમને જણાવવા માંગીશું કે ડીજીપી (કાનૂન વ્યવસ્થા) આર એસ મીણાએ પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને સસ્પેંડ કરી દિધા છે.

English summary
Woman, who was allegedly kidnapped and rescued, was made to undergo a “purification process” on the premises of Maneri police station in Uttarakhand. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X