For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: જામનગરમાં કોંગ્રેસે રામદેવ ઓડેદરાને આપી ટિકીટ

જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે 21 મી ફેબ્રુઆરીએ મતદાન યોજાનાર છે. જામનગર કોંગ્રેસે વોર્ડ નંબર 5માં રામદેવ ભાઇ ઓડેદરાને ટીકીટ આપી મેદાને ઉતાર્યા છે. રામદેવભાઇ ઓડેદરા ઓબીસીના પ્રમુખ છે. આ સાથે તેમનો બક્ષીપં

|
Google Oneindia Gujarati News

જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકો માટે 21 મી ફેબ્રુઆરીએ મતદાન યોજાનાર છે. જામનગર કોંગ્રેસે વોર્ડ નંબર 5માં રામદેવ ભાઇ ઓડેદરાને ટીકીટ આપી મેદાને ઉતાર્યા છે. રામદેવભાઇ ઓડેદરા ઓબીસીના પ્રમુખ છે. આ સાથે તેમનો બક્ષીપંચના મતદારોમાં પ્રભુત્વ પણ ધરાવે છે. રામદેવ ભાઇ 2011થી એનએસયુઆઇના કાર્યકર તરીકે કોંગ્રેસમાં કારકીર્દીની શૂઆત કરી હતી. આ વખતે કોંગ્રેસે 78 વિધાનસભા ઓબીસીના પ્રમુખ રામદેવ ભાઇ ઓડેદરાને ટિકીટ આપી છે.

Jamnagar

Recommended Video

જામનગર પાલિકાની પંચાત : કોંગ્રેસે વોર્ડ નં-5માં રામદેવ ઓડેદરાને આપી ટિકિટ... ઉમેદવાર ઉવાચ્

જામનગરમાં 25 વર્ષથી ભાજપનું શાસન છે, છતા પણ લોકોના પ્રશ્નો હજુ ઉકેલાયા નથી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના કાર્યકરોને કોર્પોરેશનની ચૂંટણીમાં તક આપવામાં આવી છે. રામદેવભાઇ ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીના સક્રિય કાર્યકર છે. વોર્ડ નંબર 5માં બક્ષીપંચ મતદારોનું પ્રભુત્વ છે. રામદેવભાઇ બક્ષી પંચ મતદારોમાં પ્રભુત્વ ધરાવતા હોવાથી તેઓ જંગી બહુમતિથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
અઢી દાયકાથી વિરોધપક્ષની પાટલી શોભાવતા કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીમાં છેલ્લી કલાક સુધી ખેંચતાણ રહેતાં એક મહિલા ઉમેદવારનું ફોર્મ સમય મર્યાદામાં ન હોવાથી કોંગ્રેસે નાટકીય રીતે એક બેઠક ચૂંટણી પહેલાં જ ગુમાવી દીધી હતી. વોર્ડ નં.9 ના અનુસૂચિત જાતિ મહિલા અનામત બેઠકના ઉમેદવારનું ફોર્મ સમય મર્યાદા ચુકી જતાં આ બેઠક ઉપર ભાજપના ઉમેદવારને કોંગ્રેસ ગેરહાજરીનો સીધો લાભ આડકતરી રીતે અને ગોઠવણીપૂર્વક મળશે.

આ પણ વાંચો: ગુજરાતઃ ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ ભાજપીએ માથુ મુંડાવ્યુ, કહ્યુ - 35 વર્ષમાં પહેલી વાર માંગ્યુ

English summary
Local body elections: Congress gives ticket to Ramdev Odedra in Jamnagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X