For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનના હેલિકોપ્ટરોએ પણ ભારતીય સીમામાં મારી હતી એન્ટ્રી !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 એપ્રિલ: લદ્દાખમાં ઘુસણખોરીને લઇને ભારત-ચીન વચ્ચે તણાવ ઘટવાનું નામ લેતો જ નથી. ચીની ઘુસણખોરોને લઇને એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યાં છે. તાજેતરમાં વધુ એક ખુલાસો થયો છે કે ચીનને જમીની સીમા ઉપરાંત વાયુ સીમાનું પણ ઉલ્લખંન કર્યું છે. સેનાના સૂત્રોનું માનીએ તો 21 એપ્રિલના રોજ ચીનના હેલિકોપ્ટર ભારતીય સીમામાં દાખલ થયા હતા. હેલિકોપ્ટર થોડીવાર હવામાં રહ્યાં અને તેને ફૂડ પેકેટ, સિગરેટના પેકેટ અને પોતાની ભાષામાં લખેલી નોટસ જમીન પર નાખી હતી.

લદ્દાખમાં ભારતની સીમામાં ચીની સૈનિકોની ઘુસણખોરીએ સરકારની ચિંતા વધારી દિધી છે. ભારતને એક મોટો ઝટકો આપતાં ચીન સેનાએ સ્પષ્ટ કરી દિધું છે કે તે દૌલતબેગ ઓલ્ડી વિસ્તારમાંથી પરત ફરશે નહી. હવે ચીને આ વિસ્તારને પોતાની સરહદનો ભાગ ગણાવ્યો છે.

એટલે કે ચીને પહેલાં ઘુસણખોરી કરી કબજો કર્યો અને હવે ભારતને આંખો બતાવી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચે બ્રિગેડર સ્તરની વાતચીત નિષ્ફળ રહ્યાં બાદ ભારતે દૌલતબેગ ઓલ્ડી સેક્ટરમાં સેનાની એક ટુકડી મોકલવાનો નિર્ણય કર્યો છે.

15 એપ્રિલથી ચીની સૈનિક ભારતના લદ્દાખમાં દસ કિલોમીટર અંદર ઘુસણખોરી કરીને બેઠા છે. હવે ચીને દાદાગીરી બતાવતાં આ વિસ્તારને પોતાનો ભાગ ગણાવી પીછે હઠ કરવાની મનાઇ કરી દિધી છે. ચીનનો દાવો છે કે જે વિસ્તારમાં તેને ચોકી બનાવી તે તેનો ભાગ છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર 15 એપ્રિલની રાત્રે ડીબીઓ સેક્ટર એટલે કે દૌલતબેગ ઓલ્ડી વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘુસણખોરી કરી ભારતીય સીમામાં 10 કિલોમીટર અંદર ચોકી બનાવી હતી. પરંતુ ચીન હવે તેને પોતાની ભાગ ગણાવે છે.

ચીનના પ્રવક્તાના નિવેદન મુજબ તેમને ભારતના વિસ્તારમાં એક ઇંચ પણ એન્ટ્રી કરી નથી. તેમને કહ્યું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરી નથી. બંને પક્ષોએ એકબીજાના હિતનો ખ્યાલ રાખવો જોઇએ. બંને પક્ષોએ સીમા વિવાદના સમાધાન માટે પરિસ્થિતીને ધ્યાનમાં રાખતાં જે પ્રક્રિયા છે તે મુજબ કામ કરવાની જરૂરિયાત છે.

આટલું જ નહી આ ઘુસણખોરીના 5 દિવસ બાદ ચીને વાસ્તવિક રેખા નિયંત્રણનું ઉલ્લખંન કર્યું હતું. 21 એપ્રિલના રોજ બે હેલિકોપ્ટર ભારતીય સીમામાં દાખલ થયા હતા. ચીને હવે પીછેહઠ કરવાની મનાઇ કરી દિધી છે. ચીની ઘુસણખોરીનો આ પહેલો કિસ્સો નથી. પરંતુ આવું પ્રથમવાર બની રહ્યું છે કે ચીની સેના બે-બે ફ્લેગ મિટીંગો કર્યા બાદ પણ પરત ફરવા માટે તૈયાર નથી.

સંસદથી માંડીને રોડ સુધી વારંવાર સવાલો થતાં સરકારે ફૌજી હરકત તેજ બની ગઇ છે. લદ્દાખના દૌલતબેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાની ટુકડી મોકલવાની તૈયારીમાં છે. આઇટીબીપીની લદ્દાખ સ્કાઉટ ટીમ ત્યાં પહેલાં જ મોકલવામાં આવી છે.

English summary
As the intruding Chinese soldiers refuse to budge from their occupied position in Daulat Beg Oldi(DBO) sector in Ladakh, two Chinese military helicopters have violated Indian airspace at Chumar, several hundred kilometres southeast of Leh, adding to the prevailing tension.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X