For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મોદી 'વિચ્છેદક' છે, ભાજપ ફરીથી ચુંટણી હારશે': ચિદમ્બરમ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gujarat-chief-minister-modi
નવી દિલ્હી, 1 જૂલાઇ: નરેન્દ્ર મોદીને વિક્ષેપકારક વ્યક્તિ ગણાવતાં નાણાં મંત્રી પી ચિદમ્બરમે સોમવારે કહ્યું હતું કે ભાજપાને પોતાનો રંગ બદલવો જોઇએ નહી અને આગામી લોકસભાની ચુંટણીમાં પણ જનતા તેને સ્વિકારશે નહી, કારણ કે તે એવા વિચારનું પ્રતિનિધિત્વ કરે છે જે ધર્મનિરપેક્ષતા અને અને સમાવેશના વિરૂદ્ધ છે.

ભાજપા પર તેમને આરોપ લગાવ્યો હતો કે તે સમાન નાગરિક સંહિતા, અયોધ્યા અને અનુચ્છેદ 370 સમાપ્ત કરવા માટે વિધટનકારી મુદ્દાઓને ફરી ઉછાળી રહી છે અને ચુંટણી દરમિયાન જનતા આ વાતનું ધ્યાન રાખશે.

કોંગ્રેસના પરિપ્રેક્ષ્યમાં મોદી વડાપ્રધાન પદના સારા કે ખરાબ ઉમેદવાર સાબિત થશે, આ ચર્ચામાં પડવાની મનાઇ કરતાં નાણાં મંત્રી પી ચિદમ્બરમે કહ્યું હતું કે પાર્ટી કોઇ વ્યક્તિની વિરૂદ્ધમાં નથી, પરંતુ તે વિચારો સામે લડી રહી છે જેને 2004 અને 2009ની ચુંટણીમાં જનતાએ અસ્વિકાર કરી ચૂકી છે.

નરેન્દ્ર મોદીને ભાજપાની ચુંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાને લઇને ઠેકડી ઉડાવતાં તેમને કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી એવા વિધટનકારી વ્યક્તિ છે જેમના કારણે પાર્ટીમાં જ ભારે વિદ્રોહ થયો. તેમનો ઇશારો ભાજપામાં નરેન્દ્ર મોદીનું વધતું જતું કદને લઇને લાલકૃષ્ણ અડવાણીની નારાજગી સાથે હતો.

English summary
Dubbing Narendra Modi as a "very divisive figure", P Chidambaram today said the BJP has "not changed its spots" and people will reject the party in the next Lok Sabha elections as it represents an idea which is against secularism and inclusiveness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X