For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવેમંત્રી પવન બંસલના ભાણીયાની લાંચ લેવા બદલ ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pawan-bansal
નવી દિલ્હી, 4 મે: સીબીઆઇએ લાંચના આરોપમાં કેન્દ્રિય રેલ રેલવે મંત્રી પવન કુમાર બંસલના ભાણીયા વિજય સિંઘલાની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇએ શુક્રવારે સાંજે મુંબઇમાં રેલવે બોર્ડના સભ્ય મહેશ કુમારની ધરપકડ કરી હતી. તેની પાસેથી 90 લાખ મળી આવ્યા હતા. સીબીઆઇએ પ્રમોશન માટે લાંચ આપવાના મુદ્દે મહેશ કુમાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

પુછપરછ દરમિયાન મહેશ કુમારે જણાવ્યું હતું કે આ રાશિ રેલવે મંત્રીના ભાણીયા વિજય સિંઘલા માટે લઇ જઇ રહ્યાં હતા. સીબીઆઇનું કહેવું છે કે રેલવે બોર્ડના સભ્ય મહેશ કુમાર પોતાની પોસ્ટિંગ બદલવા માંગતા હતા. તેને ગુરૂવારે રેલવે બોર્ડના સભ્યના રૂપમાં કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલાં મહેશ કુમાર પશ્વિમ રેલવેમાં જીએમ હતા.

સીબીઆઇએ મહેશ કુમાર અને અન્ય બે વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. મહેશ કુમાર ઉપરાંત જે અન્ય બે લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે તે ચંદીગઢના છે. સીબીઆઇએ આ કેસમાં દિલ્હી અને મુંબઇમાં રેડ પાડી છે. ગુપ્ત અભિયાન હેઠળ સીબીઆઇએ મહેશ કુમારની ગતિવિધિઓ અને ફોન કોલ પર નજર રાખી અને લાંચની ચુકવણીના સમયે તેમને ઝડપી પાડ્યા. સિંગલા અને મંજૂનાથને શહેરમાં સીબીઆઇની ઓફિસમાં લાવવામાં આવ્યાં છે જ્યાં તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યાં છે.

મહેશ કુમાર પશ્વિમ રેલવેમાં મેનેજર હતા અને તેમને હાલમાં રેલવે બોર્ડમાં મેમ્બર તરીકે પ્રમોશન મળ્યું હતું. આ પદ ભારત સરકારના સચિવ બરાબર છે. મહેશ કુમાર આ પહેલાં પશ્વિમ રેલવેમાં જીએમના પદ પર હતા. જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર ફક્ત 36 કલાકમાં 'સૌથી મોટા ઇન્ટરલોકિંગ રૂટ'ને ચાલુ કરાવીને મહેશ કુમારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મહેશ કુમાર અને સિંગલા ઉપરાંત સીબીઆઇએ ગોયલ અને મંજૂનાથ પર પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઇપીસી હેઠળ કેટલીક ધારાઓ લગાવવામાં આવી છે.

માનવામાં આવે છે કે આ ધરપકડથી રેલવેમાં એક મોટા રેકેટનો પર્દાફાશ થઇ શકે છે. બીજી તરફ ભાજપે આ મુદ્દે પવન કુમાર બંસલને નિશાના પર લીધા છે. તેમને પવન બંસલનું રાજીનામું માંગતાં આરોપ લગાવ્યો છે કે લાંચ તેમના ઇશારે લેવામાં આવી છે.

English summary
Pawan Kumar Bansal's nephew has been arrested by the CBI for allegedly accepting a bribe from a member of the Railway Board who allegedly wanted his posting to be changed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X