For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશી હિન્દુઓએ કરી સુરક્ષાની માંગ

|
Google Oneindia Gujarati News

bangladesh
ઢાકા, 1 એપ્રિલ: બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામ(1971) દરમિયાન યુદ્ધ અપરાધમાં સામેલ કટ્ટરપંથી જમાત એ ઇસ્લામીના નેતાઓ સામે થઇ રહેલી સુનવણીના વિરોધમાં આખા દેશમાં ભડકેલી હિંસા વચ્ચે માનવાધિકાર પંચે હાલમાં થયેલા હુમલાથી હિન્દુઓની રક્ષા કરવા માટે પૂરતા પગલા નહીં ભરવા માટે સરકારની ટીકા કરી છે. બીજી બાજું દેશના લઘુમતી સમુદાય હિન્દુઓએ પોતાના સુરક્ષાની માંગ કરી છે.

બાંગ્લાદેશના રાષ્ટ્રીય માનવાધિકાર પંચના અધ્યક્ષ મિજાનૂર રહેમાને ગઇકાલે એક ગોષ્ઠીમાં જણાવ્યું કે સરકાર જવાબ આપે કે બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતિ સમુદાયના લોકો અસુરક્ષાની ભાવના સાથે કેમ જીવી રહ્યા છે.' વર્ષ 1971ના યુદ્ધ દરમિયાન 'માનવતા વિરૂદ્ધ ક્રાઇમ'ના મામલામાં ઇસ્લામી નેતાઓને સજા સંભળાવ્યા બાદ આખા દેશમાં ભડકેલી હિંસાની વચ્ચે રહેમાને આ વાત કહી છે.

હિંસક ઘટનાઓ વચ્ચે જમાત એ ઇસ્લામીના કાર્યકર્તાઓએ ઘણા હિન્દુ મંદિરો અને સેંકડો ઘરોમાં લૂંટપાટ મચાવી અને તેને આગ લગાવી દીધી. રહેમાને જણાવ્યું કે લોકોનું એક ટોળું જનતાની વચ્ચે ભ્રમ અને ભયની સ્થિતિ પેદા કરવા ધર્મનો નકારાત્મક ઉપયોગ કરી રહ્યું છે પરંતુ 'સરકાર અને રાજ્યને બધા ધર્મના લોકોની રક્ષા કરવાની જવાબદારી લેવી પડશે.'

English summary
Bangladeshi minority Hindus asked for protection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X