For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મેક ઇન ઇન્ડિયા'ના જવાબમાં 'મેડ ઇન ચાઇના'

|
Google Oneindia Gujarati News

બેઇજીંગ, 26 સપ્ટેમ્બર: ભારતને વૈશ્વિક સ્તર પર વિનિર્માણ કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનથી ભયભીત થઇને ચીને પણ વિનિર્માણ ક્ષેત્રમાં પોતાની બાદશાહત બનાવવા માટે કરમાં છૂટની સાથે 'મેડ ઇન ચાઇના' અભિયાન શરૂ કર્યું.

ચીન સરકારના નિર્ણય અનુસાર ઉચ્ચ પ્રોદ્યોગિક આયાત કર અને શોધ અને વિકાસને ઉન્નત બનાવી 'મેડ ઇન ચાઇના'ને સશક્ત બનાવવામાં આવશે. નવા અભિયાન હેઠળ ચીની કંપનીઓને વિનિર્માણ ક્ષેત્રમાં સુધાર માટે ઉપકરણોના ઉન્નયન અને શોધ અને વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કરમાં છૂટ આપવાની જાહેરાત કરી છે.

ભારતે આયાત પર પોતાની નિર્ભરતા ઓછી કરવા અને દેશમાં રોજગારની તકો વધરવાની સાથે જ ઘરેલુ ઉત્પાદન 'જીડીપી'માં વિનિર્માણ ક્ષેત્રની ભાગીદારી વધારવાના ઉદ્દેશ્યથી 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન શરૂ કર્યું છે. રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં દુનિયાના ત્રીસ પ્રમુખ દેશોના પ્રતિનિધિયો અને દેશ વિદેશના લગભગ પાંચ હજાર ઉદ્યોગસાહસિકોની હાજરીમાં આ અભિયાનની શરૂઆત કરી.

મોદીએ જ્યા રોકાણકારોની પૂંજીને સુરક્ષિત રાખવાનું વચન આપ્યું ત્યાં જ તેમણે પ્રત્યક્ષ વિદેશી રોકાણ 'એફડીઆઇ'નું નવું નામ આપ્યું. ફર્સ્ટ ડેવલપ ઇન્ડિયા. આ અવસરે વડાપ્રધાને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનના પ્રતીક ચિહ્ન 'સિંહ'નું પણ અનાવરણ કર્યું અને જણાવ્યું કે આ અભિયાન સિંહનું પહેલું પગલું છે.

મોદીએ આ અભિયાનના શુંભારંભ સમારંભના દેશના તમામ રાજ્યોની સાથે જ વિદેશોમાં સ્થિત ભારતીય દૂતાવાસો અને મહાવાણિજ્ય દૂતાવાસોમાં સીધું પ્રસારિત કરવામાં આવ્યું. આ દરમિયાન ભારતીય દૂતાવાસે ગોયાનઝુ શાંઘાઇ અને હોંગકોંગમાં વિશેષ રોકાણ પ્રમોશન કાર્યક્રમનું આયોજન કર્યું.

English summary
China's 'Made in China' against Narendra Modi's 'Make in India'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X