For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યમનમાં સેના અને વિદ્રોહિઓ વચ્ચે જંગ, છેલ્લા 24 કલાકમાં 149નાં મોત

યમનમાં વિદ્રોહિઓની જંગ, છેલ્લા 24 કલાકમાં 149નાં મોત

|
Google Oneindia Gujarati News

સનાઃ યમનમાં સરકારી સમર્થકો અને વિદ્રોહિઓ વચ્ચે છેલ્લા 24 કલાકથી અથડામણ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 149 લોકો મૃત્યુ પામ્યા છે. યમનના હોદૈદા શહેરમાં હુતિ વિદ્રોહિઓ અને સેના વચ્ચે જંગ ચાલી રહી છે. યમનની આર્મીએ સોમવારે કહ્યું કે આ મુઠભેડમાં 7 નાગરિકોનાં પણ મોત થયાં છે. સૂત્રો મુજબ આ અથડામણમાં અત્યાર સુધીમાં 100થી વધુ હુતિ વિદ્રોહિઓ મૃત્યુ પામ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સાઉદી અરબ પણ આ લડાઈમાં વિદ્રોહિઓ પર હવાઈ હુમલો કરી રહ્યું છે.

શહેરો પર હુતિ વિદ્રોહિઓને કબ્જો

શહેરો પર હુતિ વિદ્રોહિઓને કબ્જો

દરિયાકાઠાના અને ખાસ કરીને બંદર વાળાં શહેરો પર 2014થી હુતિ વિદ્રોહિઓનો કબ્જો છે. સમુદ્રના રસ્તેથી યમનમાં પ્રવેશ કરવા માટે હોદૈદા એક પ્રમુખ શહેર છે. યમનની સરકાર સમર્થિક આર્મી અને સાઉદી સમર્થિત સેનાએ કહ્યું કે હોદૈદા પોર્ટથી કેટલાય વિદ્રોહિઓને ખદેડવામાં સફળતા મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શહેરભરમાંથી અત્યાર સુધીમાં 110થી વધુ વિદ્રોહિઓને ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે અન્ય 32 લોકોએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો, જેમાં નાગરિકો સહિત સરકાર સમર્થિત સેનાના લોકો પણ સામેલ છે.

સેના સાથે યુદ્ધ

સેના સાથે યુદ્ધ

યમનના હોદૈદા શહેરમાં 1 નવેમ્બરથી વિદ્રોહિઓ અને સરકાર સમર્થિત સેના વચ્ચે જંગ ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 600 લોકો મૃત્યુ પામ્યા છે. યમનના હોદૈદા સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.

સાઉદીનો આરોપ

સાઉદીનો આરોપ

પાછલા કેટલાય વર્ષોથી સાઉદી પણ યમનમાં હિંસક દખલ કરી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લાખો લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સાઉદીનો આરોપ છે કે યમન તેમનો પાડોસી દેશ છે, જ્યાં ઈરાન હુતિ વિદ્રોહિઓને હથિયાર ઉપલબ્ધ કરાવી રહ્યું છે. ઈરાને સાઉદીના આવા આરોપોનું કેટલીય વખત ખંડન કર્યું છે.

26/11 હુમલોઃ ફાંસી પહેલા કસાબના અંતિમ શબ્દોઃ ‘તમે જીતી ગયા, હું હારી ગયો'26/11 હુમલોઃ ફાંસી પહેલા કસાબના અંતિમ શબ્દોઃ ‘તમે જીતી ગયા, હું હારી ગયો'

English summary
Clash erupts between rebel and government supporters in Yemen's Hodeida, 149 killed in 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X