For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલન મસ્કનુ એલાન, 44 બિલિયન અમેરિકી ડૉલરની ટ્વિટર ડીલને કરી કેન્સલ, કંપની કરશે તેમના પર કેસ

અબજોપતિ ટેસ્લાના વડા એલન મસ્ક, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિએ $44 બિલિયનની ટ્વિટર ડીલ રદ કરવાનો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

વૉશિગ્ટનઃ અબજોપતિ ટેસ્લાના વડા એલન મસ્ક, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિએ $44 બિલિયનની ટ્વિટર ડીલ રદ કરવાનો નિર્ણય લીધો છે. એલન મસ્કે કહ્યુ છે કે ટ્વિટરે કરારની ઘણી જોગવાઈઓ તોડી છે તેથી તે હવે આ ડીલમાંથી ખસી રહ્યા છે. અબજોપતિ ટેસ્લાના વડા એલન મસ્કની ટીમ દ્વારા ટ્વિટરને મોકલવામાં આવેલા પત્ર મુજબ, એલન મસ્કે ખરીદ કરારની સમજૂતીના ઘણા ઉલ્લંઘનોને ટાંકીને ટ્વિટર ખરીદવા માટેનો તેમનો US$44નો સોદો સમાપ્ત કર્યો છે. પત્રમાં લખવામાં આવ્યુ છે કે, 'એલન મસ્ક ટ્વિટર ડીલને સમાપ્ત કરી રહ્યા છે કારણ કે ટ્વિટર તે કરારની કેટલીક જોગવાઈઓનુ ઉલ્લંઘન કરી રહ્યુ છે.'

એલન મસ્કની ટીમે જણાવ્યુ કેમ કેન્સલ કરી ટ્વિટર ડીલ

એલન મસ્કની ટીમે જણાવ્યુ કેમ કેન્સલ કરી ટ્વિટર ડીલ

એલન મસ્કના વકીલે ટ્વિટર પર લખ્યુ, 'શ્રી મસ્ક આ યુએસ $44 બિલિયન ટ્વિટર ડીલને સમાપ્ત કરી રહ્યા છે. તેઓ આવુ એટલા માટે કરી રહ્યા છે કારણ કે ટ્વિટરે તેમની સાથે કરેલા કરારોનો ભંગ કર્યો છે. ટ્વિટરે એલન મસ્કની સામે ખોટી અને ભ્રામક રજૂઆત કરીને માહિતી આપી હતી. મર્જર દરમિયાન એલન મસ્કે તેમના પર ભરોસો રાખ્યો હતો પરંતુ ધીમે ધીમે બધુ સામે આવ્યુ છે.' એલન મસ્કના વકીલે એમ પણ કહ્યુ છે કે ટ્વિટરને વારંવાર ફેક અને બૉટ એકાઉન્ટ વિશે માહિતી માંગવામાં આવી હતી પરંતુ કંપનીએ તે માંગણીઓ પર ક્યારેય ધ્યાન આપ્યુ નથી અને અમને કોઈ માહિતી આપી નથી.

એપ્રિલમાં થઈ હતી ડીલ

એપ્રિલમાં થઈ હતી ડીલ

તમને જણાવી દઈએ કે એલન મસ્કે 25 એપ્રિલ 2022ના રોજ ટ્વિટર ડીલ કરી હતી. 25 એપ્રિલના રોજ ટ્વિટરને એલન મસ્ક દ્વારા$54.20 પ્રતિ શેરના હિસાબથી લગભગ $44 બિલિયનમાં ખરીદ્યુ હતુ. જો કે મે મહિનામાં મસ્કે તેમની ટીમને તપાસ કરવા અને સમીક્ષા કરવા કહ્યુ કે શું ટ્વિટરના પ્લેટફોર્મ પરના 5% કરતા ઓછા એકાઉન્ટ્સ બૉટ અથવા સ્પામ છે. આ માટે તેમણે ડીલ પણ અટકાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી એલન મસ્કે પોતાના તરફથી ડીલ પર રોક લગાવી દીધી હતી.

એલન મસ્કે ટ્વિટર પર લગાવ્યા હતા આ આરોપ

એલન મસ્કે ટ્વિટર પર લગાવ્યા હતા આ આરોપ

જૂનમાં એલન મસ્કે ખુલ્લેઆમ માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર મર્જર કરારનુ ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો અને તેણે સ્પામ અને નકલી એકાઉન્ટ્સ પર વિનંતી કરેલ ડેટા પ્રદાન ન કરવા બદલ સોશિયલ મીડિયા કંપનીના સંપાદનને બંધ કરવાની ધમકી આપી હતી. મસ્કે આક્ષેપ કર્યો હતો કે ટ્વિટર 'તેમના માહિતી અધિકારોનો સક્રિયપણે વિરોધ કરી રહ્યુ છે અને તેને નિષ્ફળ બનાવી રહ્યુ છે.'

એલન મસ્ક પર કેસ કરશે ટ્વિટર

એલન મસ્ક પર કેસ કરશે ટ્વિટર

ડીલ રદ્દ થયા બાદ ટ્વિટર હવે એલન મસ્ક પર કેસ કરવાની તૈયારી કરી રહ્યુ છે. એલન મસ્કે તેમના વતી ટ્વિટર ડીલ રદ કરવાની જાહેરાત કરતાની સાથે જ ટ્વિટરના શેર 6 ટકા તૂટ્યા હતા. વળી, ટેસ્લાનો સ્ટોક 1 ટકા વધ્યો છે.

English summary
Elon Musk terminating USD 44 billion deal for Twitter all you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X