For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલેશિયાઇ સરકારનો દાવો, MH370 વિમાનનું થયું છે અપહરણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કુઆલાલંપુર, 15 માર્ચ: ગુમ મલેશિયાઇ એરલાયન્સનું વિમાન એમએચ 370નું અપહરણ કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીએ મલેશિયાઇ સરકારના હવાલેથી આ સમાચાર આપ્યા છે. અપહરણકર્તાને વિમાન ઉડાડવાનો અનુભવ હતો. અપહરણ એકથી વધુએ લોકોએ કર્યું છે. અપહરણકર્તાએ કમ્યુનિકેશ ડિવાઇસ બંધ કરી દિધા હતા.

ગુમ મલેશિયાઇ વિમાન શોધ કરી રહેલા તપાસકર્તાઓ નિષ્કર્ષ કાઢ્યું છે કે વિમાન ઉડાવવાનો સારો અનુભવ ધરાવનાર એક અથવા તેથી લોકોએ વિમાનનું અપહરણ કરી લીધું છે, તેના કોમ્યુનિકેશન યંત્ર બંધ કરવામાં આવ્યા છે અને તેને નક્કી કરેલા માર્ગ પરથી હટાવી દેવામાં આવ્યું છે. તપાસમાં સામેલ એક મલેશિયાઇ સરકારી અધિકારીએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું કે આજે આ જાણકારી આપવામાં આવી કારણ કે તે મીડિયાને માહિતી માટે અધિકૃત નથી.

તેમણે જણાવ્યું હતું કે અપહરણ પાછળનો હેતું અને અપહરણકર્તાઓની કોઇપણ પ્રકારની માંગ અંગે જાણવા મળ્યું નથી. એ પણ સ્પષ્ટ નથી કે વિમાનને ક્યાં લઇ જવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અપહરણ હવે એક અનુમાન નથી. આ નિષ્કર્ષ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાનના સંચાર યંત્રોને જાણીજોઇને બંધ કરવા અને ઉડાણના માર્ગના આંકડા તથા રડાર પરથી તેને ગાયબ કરવા માટે તેના માર્ગને બદલવા સંબંધી સંકેતોથી આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે. બોઇંગ 777નું બીજિંગથી કુઆલાલંપુર માટે આઠ માર્ચના રોજ ઉડાણ ભરીને માત્ર એક કલાક બાદ જમીનથી સંપર્ક તૂટી ગયો હતો.

malaysia-airlines

બીજી તરફ ગત શુક્રવારે રહસ્યમયી રીતે ગાયબ મલેશિયન એરલાઇન્સના એક વિમાનની શોધખોળ માટે ચલાવવામાં આવતું અભિયાન આજે ભારતમાં ચેન્નઇ તટ સુધી પહોંચી ગયું. કુઆલાલંપુરથી અનુરોધ બાદ ભારત બંગાળની ખાડીમાં તલાશી અભિયાન ચલાવવા માટે પોતાનો સહયોગ આપવા માટે તૈયાર થઇ ગયું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મલેશિયાનો અનુરોધ માનતાં ભારતે ચેન્નઇ તટથી લગભગ 300 કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં 9,000 વર્ગ કિલોમીટરથી વધુ વિસ્તારમાં પોતાની તલાશી અભિયાન શરૂ કરી કરી દિધું છે.

ગુમ વિમાન વિશે આવી રહેલા વિરોધાભાસી સમાચારોથી આ રહસ્ય વધુ ગાઢ બની ગયું છે કે 239 લોકોને લઇને જઇ રહેલા બોઇંગ એમએચ 370 વિમાન આખરે ક્યાં ગાયબ થયું. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રડાર સાથે સંપર્ક તૂટ્યા બાદ વિમાન પરત ફર્યું અને મલેશિયાની ઉપરથી પસાર થયું. એક અન્ય રિપોર્ટમાં એક અમેરિકન અધિકારીના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે તપાસ અધિકારી એ વાતની તપાસ કરી રહ્યાં છે કે આ ઘટના સમુદ્રીલૂંટ તો નથી ને.

English summary
Malaysian Prime Minister Najib Razak's press conference begins. He thanks the multi-national search effort, says this has been an unprecedented effort. "We followed every credible lead, sometimes they led nowhere," he says.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X