For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2006 પછી ગંભીર થયો ગરમ હવાઓનો પ્રભાવ, વાંચો IPCCનો લેટેસ્ટ રિપોર્ટ

પૃથ્વી પર કયા પ્રકારના ફેરફાર થઈ રહ્યો છે તેના પર ઈન્ટર ગવર્મેન્ટલ પેનલ ફૉર ક્લાઈમેટ ચેન્જ(આઈપીસીસી)એ સોમવારે એક રિપોર્ટ જાહેર કર્યો.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ પૃથ્વીનુ તાપમાન ઝડપથી વધી રહ્યુ છે અને વર્ષ 2100 સુધી આ તાપમાનમાં વૃધ્ધિને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વમાં 195 દેશ અલગ-અલગ રીતે પ્રયાસરત છે પરંતુ જો યુએન સાથે સંલગ્ન સંસ્થા આઈપીસીસીની માનીએ તો માનવજાતી પૃથ્વીને એક મોટા અને સ્થાઈ ફેરફાર તરફ ધકેલી રહી છે. વાસ્તવમાં ગ્લોબલ વૉર્મિંગની જ અસર છે જે આપણે નિરંતર જંગલોમાં આગ, પૂર, ભૂસ્ખલન વગેરે રૂપે જોઈ રહ્યા છે. પૃથ્વી પર કયા પ્રકારના ફેરફાર થઈ રહ્યો છે તેના પર ઈન્ટર ગવર્મેન્ટલ પેનલ ફૉર ક્લાઈમેટ ચેન્જ(આઈપીસીસી)એ સોમવારે એક રિપોર્ટ જાહેર કર્યો. રિપોર્ટ મુજબ 1980 પછી સમુદ્ર તરફથી ઉઠતી હિટવેટ એટલે કે ગરમ હવાઓનો સિલસિલો તેજ થઈ ગયો છે. જેની પાછળનુ સૌથી મોટુ કારણ માનવજાતિની ગતિવિધિઓ છે. ખાસ કરીને 2006 બાદથી ગંભીર ફેરફાર જોવા મળ્યા છે.

heat wave

આઈપીસીની આ છઠ્ઠી એસેસમેન્ટ સાઈકલ છે જે હેઠળ વૈજ્ઞાનિકોના અલગ-અલગ સમૂહ દુનિયાના દરેક ખૂણામાં થઈ રહેલ મોસમી બદલાવનુ અધ્યયન કરી રહ્યા છે. આઈપીસીસીના પહેલા સમૂહ એટલે કે વર્કિંગ વુમન ગ્રુપ-1નુ અધ્યયન ગઈ 6 ઓગસ્ટે પૂરુ થયુ અને આજે પેનલ તરફથી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. રિપોર્ટ મુજબ વર્તમાનમાં જે પણ પરિવર્તન જળવાયુમાં થઈ રહ્યુ છે તે પરિવર્તનીય છે. વૈજ્ઞાનિકોએ 195 દેશોની સરકારોને સલાહ આપી છે કે બધા એક થઈને પેરિસ સમજૂતીના સંકલ્પને પૂરો કરવાનો પ્રયાસ કરો. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે જો કોઈ લગામ વિના તાપમાન અને કાર્બન ઉત્સર્જન વધતુ રહ્યુ તો ભવિષ્યમાં આપણને આના ઘણા દુષ્પરિણામ જોવા મળશે.

વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે 2030 સુધી કાર્બન ઉત્સર્જનને 50 ટકા સુધી ઓછુ કરવુ જરૂરી છે. માત્ર એ સ્થિતિમાં જ પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત કરવી સંભવ રહેશે. નોંધનીય છે કે જો આવુ કરવુ હોય તો બધી સરકારોએ ત્વરિત યોજનાઓ બનાવવી પડશે. તમને જણાવી દઈએ કે ગ્લાસગોમાં આયોજિત થનારી કૉપ26 પહેલા આઈપીસીસી વધુ એક મહત્વનો રિપોર્ટ જાહેર કરશે જેથી કૉપ 26ની બેઠકમાં વિવિધ દેશ આના પર ઉંડાણપૂર્વક ચર્ચા કરી શકે.

જળવાયુ પરિવર્તના કારણે પૃથ્વી પર થયો કેવો ફેરફાર

હાલમાં જળવાયુ પરિવર્તનાના દુષ્પરિણા મહાસાગરો અને ગ્લેશિયરોમાં સરળતાથી જોઈ શકાય છે. 1850 બાદથી પહેલી વાર આર્કટિક મહાસાગરે છેલ્લા એક દશકમાં લઘુત્તમ સ્તર જોયુ. ત્યાં ગ્લેશિયરના તૂટવાનો સિલસિલો નિરંતર ચાલુ છે. આવુ જ કંઈક એન્ટાર્કટિકમાં પણ જોવા મળી રહ્યુ છે. આ ઉપરાંત આપણે જંગલોને ખતમ થતા જોઈ રહ્યા છે. સમુદ્રોના વૈશ્વિક જળ સ્તરમાં જેટલો વધારો છેલ્લા 3000 વર્ષમાં થયો હયો એટલો જ વધારો 1900 પછી એટલે કે છેલ્લા 120 વર્ષોમાં નોંધવામાં આવ્યો છે.

1980 પછી સમુદ્ર તરફ ઉઠતા હીટવેવ એટલે કે ગરમ હવાઓનો સિલસિલો તેજ થઈ ગયો છે. જેની પાછળ સૌથી મોટુ કારણ માનવજાતિની ગતિવિધિઓ છે. ખાસ કરીને 2006 પછી ગંભીર ફેરફાર જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોનુ અનુમાન છે કે વર્ષ 2100 સુધી સમુદ્રના વૈશ્વિક જળ સ્તરમાં 2 મીટરનો વધારો થશે જ્યારે 2150 સુધી સમુદ્રનુ જળ સ્તર 5 મીટર સુધી ઉપર ઉઠી ચૂક્યુ હશે. પહાડો પર હાજર ગ્લેશિયલ જે ગતિએ પીગળી રહી છે તે પરિવર્તનીય છે. તે ગ્લેશિયલ ફરીથી બનશે એવુ કહી ન શકીએ.

આઈપીસીસી વર્કિંગ વુમન ગ્રુપ-1ના રિપોર્ટના મુખ્ય અંશ

  • વૈજ્ઞાનિકોએ જોયુ કે એમાં કોઈ શંકા નથી કે માનવીય ગતિવિધિઓના કારણે જ પૃથ્વીના તાપમાનમાં વધારો થયો છે અને હવે જે પરિવર્તન થઈ રહ્યા છે તેમાં મોટાભાગના પરિવર્તન સ્થાઈ છે.
  • આવતા દશકમાં એટલે કે 2030 સુધી પૃથ્વીના તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ દરેક કિંમતે થશે અને ત્યારબાદ બહુ ઝડપથી તાપમાનમાં 1.6 ડિગ્રીનો વધારો નોંધાશે અને આવતા 100 વર્ષોમાં વૃદ્ધિ ઘટીને 1.4 ડિગ્રી સુધી આવી જશે.
  • કાર્બન ડાયોક્સાઈડ ઉપરાંત પણ ઘણા અન્ય ગ્રીનહાઉસ ગેસોનુ ઉત્સર્જન થઈ રહ્યુ છે જેની સામે લડવુ પડકારજનક હશે. માટે નીતિ નિર્ધારકોએ આ વધતા તાપમાનને અટકાવવા માટે નેટ ઝીરો પ્લાન સાથે આગળ વધવાની જરૂર છે.

રિપોર્ટમાં બતાવ્યુ કે માનવ જાતિએ કેવી રીતે કર્યો જળવાયુને પ્રભાવિત

વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે માનવજાતિએ જે રીતે જળવાયુના તાપમાનમાં વધારો કર્યો છે તેના કારણે પૃથ્વી પર ઝડપથી ફેરફારો થયા છે. છેલ્લા 2000 વર્ષોમાં જે ફેરફાર થયા છે તે અભૂતપૂર્વ છે. 1750 પછી ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઝડપથી વૃદ્ધિ થઈ છે. વર્ષ 2019માં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા અત્યાર સુધી સૌથી વધુ નોંધવામાં આવી છે. આટલી વધુ માત્રામાં છેલ્લા 20 લાખ વર્ષમાં પણ નહિ રહી હોય. વળી, જો અન્ય ગ્રીન હાઉસ ગેસ મિથેન અને નાઈટ્રસ ઑક્સાઈડની માત્રા 2019માં એટલી વધુ છે જેટલી છેલ્લા 8 વાખ વર્ષોમાં નથી રહી. 1970 પછી પૃથ્વીના ગરમ થવાના દર વધતો ગયો. જેટલુ તાપમાન છેલ્લા 2000 વર્ષોમાં નથી વધ્યુ એટલુ છેલ્લા 50 વર્ષોમાં વધી ગયુ.

વર્કિંગ ગ્રુપ-1 રિપોર્ટની ખાસ વાતો

  • આજે જાહેર કરવામાં આવેલ આઈપીસીસીના વર્કિંગ ગ્રુપ-1ના રિપોર્ટને 195 સરકારો અને વિવિધ દેશોના 234 વૈજ્ઞાનિકોએ મંજૂરી આપી છે.
  • આનુ શીર્ષક છે - ક્લાઈમેટ ચેન્જ 2021: ધ ફિઝિકલ સાયન્સ બેસિસ. ગ્રુપે માનવજાતિ દ્વારા કાર્બનના ઉત્સર્જન અને તેના પ્રભાવોનુ ઉંડાણપૂર્વક અધ્યયન કર્યુ.
  • ગ્રુપના પહેલા રિપોર્ટ પર 750 વિશેષજ્ઞોએ 23,462 રિવ્યુ કમેન્ટ આપ્યા અને બીજા ડ્રાફ્ટને 51,387 રિવ્યુ કમેન્ટ સરકાર પાસેથી અને 1279 વિશેષજ્ઞો પાસેથી મળ્યા.
  • 47 દેશોની સરકારોએ 3000થી વધુ કમેન્ટસમાં પોતાનુ મંતવ્ય વ્યક્ત કર્યુ.
  • આ રિપોર્ટને તૈયાર કરવામાં 14 હજાર શોધપત્રોને શામેલ કરવામાં આવ્યા.

English summary
IPCC 6th assessment cycle wg 1 report on climate change 2021 launched
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X