For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે લેખક સલમાન રશ્દી પર હુમલો કરનાર 24 વર્ષનો છોકરો, 10-15 વાર છરી ભોંકી, જાણો 10 મોટી વાતો

લેખક સલમાન રશ્દી પર હુમલો કરનાર 24 વર્ષનો છોકરો કોણ છે, તેણે કેમ છરી વડે હુમલો કર્યો, જાણો 10 મોટી વાતો.

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્કઃ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં ભારતીય મૂળના પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર થયેલા હુમલાએ બધાને ચોંકાવી દીધા છે. ન્યૂયોર્કના બફેલો પાસેના ચૌટાઉક્વામાં એક કાર્યક્રમ દરમિયાન સલમાન રશ્દી પર કાળા કપડા પહેરેલા છોકરાએ હુમલો કર્યો હતો જેણે સલમાન રશ્દીને લગભગ 10થી 15 વાર છરી મારી હતી. સલમાન રશ્દીને ગરદન, ધડ, પેટમાં ચાકુ મારવામાં આવ્યા છે. હાલમાં તે વેન્ટિલેટર સપોર્ટ પર છે. સલમાન રશ્દીના હુમલાખોરની ઓળખ ન્યૂજર્સીના રહેવાસી 24 વર્ષીય હાદી મટર તરીકે થઈ છે. ન્યૂયોર્ક પોલિસે હજુ સુધી હુમલાખોર સામે આરોપો લગાવ્યા નથી. પોલિસે કહ્યુ કે હુમલાખોર સામેના આરોપો સલમાન રશ્દીની સ્થિતિ પર નિર્ભર રહેશે. હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલિસે જણાવ્યુ હતુ કે હાદી મટરે સલમાન રશ્દીને ભાષણ આપવા માટે સ્ટેજ પર પહોંચ્યાના થોડા સમય બાદ તેમના ગળા અને પેટમાં હુમલો કર્યો હતો.

જાણો સલમાન રશ્દી પર હુમલો કરનાર વિશે

જાણો સલમાન રશ્દી પર હુમલો કરનાર વિશે

1. હાદી માતર નામના 24 વર્ષના છોકરા પાસે કાર્યક્રમમાં હાજરી આપવા માટે પાસ હતો. હાદી મટરનુ છેલ્લુ સત્તાવાર સરનામુ મેનહટનથી હડસન નદીની પેલે પાર ફેરવ્યૂમાં હતુ.

2. પોલિસે કહ્યુ કે હાદી માતરના હુમલા પાછળનો હેતુ અત્યારે સ્પષ્ટ નથી. એવુ પણ માનવામાં આવે છે કે તેણે એકલા હાથે સલમાન રશ્દી પર હુમલો કર્યો હતો.

3. ન્યૂયોર્ક સ્ટેટ પોલિસે કહ્યુ કે એફબીઆઈ તપાસમાં મદદ કરી રહી છે, જે ખૂબ જ પ્રારંભિક તબક્કામાં છે. પોલિસે સ્થળ પરથી એક બેગ અને કેટલાક ઈલેક્ટ્રોનિક ઉપકરણો કબજે કર્યા છે.

હુમલાખોર હાદી મટરને ઈરાની સરકાર સાથે હતી સહાનુભૂતિ

હુમલાખોર હાદી મટરને ઈરાની સરકાર સાથે હતી સહાનુભૂતિ

4.કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાદી માતર ઈરાની સરકાર પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે જેણે સલમાન રશ્દીને મારી નાખવાની ધમકી આપી હતી. હાદી મટરના ફેસબુક અકાઉન્ટમાં દેખીતી રીતે ઈરાનના નેતા આયાતુલ્લા ખોમેનીની તસવીર હતી. ઈરાનના નેતા આયાતુલ્લા ખોમેનીએ સલમાનના 1989ના પુસ્તક 'ધ સેટેનિક વર્સીસ' માટે ફતવો બહાર પાડ્યો હતો.

5. એનબીસી ન્યૂઝ અનુસાર હાદી મટરે ઈરાન અને તેના રિવોલ્યુશનરી ગાર્ડના સમર્થનમાં અને શિયા ઉગ્રવાદના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી હતી.

હુમલા સમયે કાળા રંગના કપડા પહેર્યા હતા

હુમલા સમયે કાળા રંગના કપડા પહેર્યા હતા

6. એક પ્રત્યક્ષદર્શીએ એનબીસી ન્યૂઝને જણાવ્યુ કે હુમલા સમયે હાદી મટરે કાળો રંગ પહેર્યો હતો અને તેણે કાળુ માસ્ક પણ પહેર્યુ હતુ.

7. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યુ કે જ્યારે હુમલાખોર હાદી મટર સ્ટેજ પર કૂદ્યો ત્યારે તેમને લાગ્યુ કે આ એક સ્ટંટ છે કારણ કે સલમાન રશ્દી એક વિવાદાસ્પદ વ્યક્તિ છેપરંતુ થોડીક સેકન્ડ બાદ સ્પષ્ટ થઈ ગયુ કે તે હુમલો કરવા આવ્યો છે, હુમલો લગભગ 20 સેકન્ડ સુધી ચાલ્યો હતો.

સલમાન રશ્દીને 10થી 15 વાર ચાકૂ ઘોંપવામાં આવ્યુ

સલમાન રશ્દીને 10થી 15 વાર ચાકૂ ઘોંપવામાં આવ્યુ

8. ઈવેન્ટમાં હાજર એક એપી રિપોર્ટર અનુસાર સલમાન રશ્દીને સ્ટેજ પર 10થી 15 વાર છરી અને મુક્કા મારવામાં આવ્યા હતા.

9. હેનરી રીસ, જેમણે ઇવેન્ટનુ સંચાલન કર્યુ હતુ તેને માથામાં નાની ઈજા થઈ હતી કારણ કે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. કલાકારો માટે આશ્રય તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ વિશે સલમાન રશ્દી સાથે ચર્ચા કરવાના હતા.

હુમલા પછી કલાકો સુધી ચાલી રશ્દીની સર્જરી

હુમલા પછી કલાકો સુધી ચાલી રશ્દીની સર્જરી

10. હુમલા બાદ સલમાન રશ્દીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની કલાકો સુધી સર્જરી કરવામાં આવી હતી. હવે તેઓ વેન્ટિલેટર પર છે. તેમના એજન્ટે કહ્યુ કે તે એક આંખ ગુમાવી શકે છે. તેમના લીવરમાં છરી ભોંકવામાં આવી છે જેના કારણે તેને નુકસાન થયુ છે અને તેના હાથની નસ પણ કપાઈ ગઈ છે.

English summary
Know about 24 year old Hadi Matar who stabbed Author Salman Rushdie.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X