For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયામાં જીવીત 'ડાયનાસોર' મળ્યુ, 20 વર્ષથી તલાસ હતી!

આપણી દુનિયા રહસ્યમય જીવોથી ભરેલી છે, કેટલીકવાર આપણને એવા જીવો જોવા મળે છે જે આપણે ઘણીવાર માત્ર ફિલ્મોમાં જ જોયા હોય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મેલબોર્ન, 29 ઓક્ટોબર : આપણી દુનિયા રહસ્યમય જીવોથી ભરેલી છે, કેટલીકવાર આપણને એવા જીવો જોવા મળે છે જે આપણે ઘણીવાર માત્ર ફિલ્મોમાં જ જોયા હોય છે. ઓસ્ટ્રેલિયામાં લગભગ 20 વર્ષથી જીવંત ડાયનાસોર કહેવાતા પ્રાગૈતિહાસિક કાળના રહસ્યમય પ્રાણીની શોધનો આખરે અંત આવ્યો છે અને આખરે ઓસ્ટ્રેલિયાની માર્ગારેટ નદીમાંથી એક ડાયનાસોર જીવતું મળી આવ્યું છે.

20 વર્ષ તલાસ પુર્ણ થઈ

20 વર્ષ તલાસ પુર્ણ થઈ

રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાની માર્ગારેટ નદીમાં ટૂર ગાઈડ તરીકે કામ કરતા સીન બ્લોક સિડજેની 20 વર્ષની શોધનો આખરે અંત આવ્યો છે અને તેને એક 'જીવંત ડાયનાસોર' મળી આલ્યુ છે. આ રહસ્યમય પ્રાણી લોહી પીવા માટે જાણીતું છે અને તેના દાંત ભયંકર રીતે ખતરનાક છે અને તેને જોયા બાદ મોટાભાગના લોકો ગભરાઈ જાય છે. સીન બ્લોક સિડજેએ સ્થાનિક લોકોની મદદથી આ રહસ્યમય પ્રાણીની શોધ કરી છે.

આ પ્રાણીનું નામ લૈમપ્રેયસ છે

આ પ્રાણીનું નામ લૈમપ્રેયસ છે

રિપોર્ટ અનુસાર, આ રહસ્યમય દેખાતા જીવનું નામ લૈમપ્રેયસ છે અને માનવામાં આવે છે કે આ જીવ પૃથ્વી પર લાખો વર્ષોથી હાજર છે. વૈજ્ઞાનિકો માને છે કે આ પ્રાણી પ્રાગૈતિહાસિક સમયથી પૃથ્વી પર હાજર છે અને તે ડાયનાસોર સમયગાળાના પ્રાણીઓમાંથી એક છે. માનવામાં આવે છે કે આ જીવ પ્રાણીઓનો શિકાર કર્યા પછી તેમનું લોહી પીવે છે, તેથી ઘણા લોકો આ પ્રાણીને વેમ્પાયર ફિશ પણ કહે છે.

મનુષ્યો માટે કેટલું જોખમી?

મનુષ્યો માટે કેટલું જોખમી?

જો કે લૈમપ્રેયસ જીવ જાનવરો માટે ખૂબ જ ખતરનાક છે અને તેમને માર્યા બાદ તેમનું લોહી ચૂસે છે, પરંતુ આ જીવને મનુષ્ય માટે ખતરનાક માનવામાં આવતું નથી. જીવવિજ્ઞાનીઓએ કહ્યું છે કે વિશ્વમાં લૈમપ્રેયસની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ હવે આ પ્રાણીઓ લુપ્ત થવાના આરે પહોંચી ગયા છે અને તેમની ઘણી પ્રજાતિઓ પણ લુપ્ત થઈ ગઈ છે. સીન બ્લોક છેલ્લા 20 વર્ષથી આ રહસ્યમય પ્રાણીને શોધી રહ્યો હતો અને તે જણાવે છે કે, તેણે આ પ્રાણી વિશે ઘણી વાર્તાઓ સાંભળી હતી અને જ્યારે તેણે આ પ્રાણીને પહેલીવાર જોયું તો તે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો.

એક દાયકાથી ગાયબ હતું

એક દાયકાથી ગાયબ હતું

સીન બ્લોકે જણાવ્યું કે 10 વર્ષથી વધુ સમયથી આ પ્રાણીને સ્થાનિક લોકોએ પણ જોયું નહોતું, જો કે આ પ્રાણી વિશે ઘણી વાર્તાઓ છે અને સ્થાનિક લોકોનું માનવું હતું કે, એક ધોધ પાસે આ પ્રાણી જોવા મળ્યું હતું. તે પછી તે તેને શોધવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું કે, તમે લૈમપ્રેયસને માછલીનો એક પ્રકાર કહી શકો છો, પરંતુ તેમાં જડબાં નથી અને તે ઈલ જેવું દેખાય છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી મળેલી માહિતી મુજબ લાખો વર્ષ પહેલા આ પ્રાણીની ઉત્પત્તિ થઈ હતી અને ધીમે ધીમે તેમાં વિકાસ થતો ગયો છે અને આ પ્રાણી અન્ય જીવોનું લોહી પીવા માટે કુખ્યાત છે.

વાદળી ટ્યુબ જેવું દેખાય છે

વાદળી ટ્યુબ જેવું દેખાય છે

ટૂર ગાઈડ સીને કહ્યું કે, જ્યારે તેને આ જીવને સૌપ્રથમ તળાવમાં જોયું ત્યારે તે એક લાંબી વાદળી નળી જેવું દેખાતું હતુ. સીને કહ્યું કે, જ્યારે તે ટૂર ગ્રૂપ સાથે ચાલી રહ્યો હતો ત્યારે તેને જોયું અને તેની સાથે હાજર અન્ય લોકો પણ તેને જોઈને ખુશ થઈ ગયા. સીને કહ્યું કે તે છેલ્લા 20 વર્ષથી તેને શોધી રહ્યો હતો અને હવે તેને એક સાથે 6 લૈમપ્રેયસ મળી આવ્યા છે. તેણે કહ્યું કે મારા માટે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. મેં ઘણી વખત સાંભળ્યું છે કે લોહી પીતા જીવો ધોધની નજીક આવતા રહે છે.

ડાયનાસોરના સમયથી અસ્તિત્વમાં છે

ડાયનાસોરના સમયથી અસ્તિત્વમાં છે

સીને જણાવ્યું કે, આ જીવ લાખો વર્ષોથી હાજર છે અને તે ડાયનાસોરના સમયથી પૃથ્વી પર હાજર છે, જો કે પૃથ્વી પરથી ડાયનાસોર ગાયબ થઈ ગયા છે. અહેવાલ મુજબ, આ પ્રારંભિક સમય તાજા પાણીમાં પસાર કરવાનું પસંદ કરે છે અને પછી તેઓ સમુદ્રમાં જતુ રહે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તે સમુદ્રમાંથી નદી તરફ પાછા આવે છે, પરંતુ આ દરમિયાન તે મૃત્યુ પામે છે. ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટીના એક વરિષ્ઠ રિસર્ચ ફેલોએ કહ્યું કે આ સારી વાત છે કે ટૂર ગાઈડ સીનથી લોકોને આ જીવ વિશે જાણકારી મળી છે.

20 મિલિયન વર્ષોથી અસ્તિત્વમાં છે

20 મિલિયન વર્ષોથી અસ્તિત્વમાં છે

સ્ટીફન બિટ્ટી નામના નિષ્ણાતે કહ્યું કે ઓસ્ટ્રેલિયાની નદીમાં આ જીવની શોધ રોમાંચક છે અને અમે ઘણા નસીબદાર છીએ. એબીસીના અહેવાલ મુજબ, લૈમપ્રેયસ હવે લુપ્ત થવાના આરે પહોંચી ગયા છે અને લગભગ 200 મિલિયન વર્ષો સુધી પૃથ્વી પર જીવ્યા પછી તેમનો જવાનો સમય આવી ગયો છે, કારણ કે પૃથ્વી પર હવામાન પરિવર્તનને કારણે આ જીવો માટે સ્થિતી વધુને વધુ મુશ્કેલ બની છે.

English summary
Live dinosaur found in Australia, searched for 20 years!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X