For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈસ્ટ લેકમાં નૌકાવિહાર સાથે મોદી-જિનપિંગ વચ્ચે ચાય પે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચીનના પ્રવાસનો આજે બીજો દિવસ છે. શનિવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અનૌપચારિક મુલાકાતની શરુઆત ઈસ્ટ લેકના કિનારે મોર્નિંગ વૉક સાથે થઈ.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચીનના પ્રવાસનો આજે બીજો દિવસ છે. શનિવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અનૌપચારિક મુલાકાતની શરુઆત ઈસ્ટ લેકના કિનારે મોર્નિંગ વૉક સાથે થઈ. ત્યારબાદ બંને નેતાઓ એક ડબલ ડેકર નૌકા પર સવારી માટે રવાના થયા. ગયા વર્ષે જૂનમાં થયેલા ડોકલામ વિવાદ બાદ બંને નેતા પહેલી વાર આ રીતે મળી રહ્યા છે. જિનપિંગ તરફથી પીએમ મોદીને વુહાનમાં અનૌપચારિક મુલાકાતનું આમંત્રણ આપવામાં આવ્યુ હતું. મોદીના વુહાન પ્રવાસના પહેલા દિવસે જિનપિંગે વુહાનના ગેસ્ટ હાઉસમાં પ્રોટોકોલ તોડીને તેમનું સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ બંને હુબઈ મ્યૂઝિયમ ગયા અને અહીં લગભગ અડધો કલાક બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ. વુહાન સમિટને હાર્ટ-ટુ-હાર્ટ સમિટનું નામ આપવામાં આવ્યુ છે.

modi jinping

મોદી-જિનપિંગે લીધી ચા ની મઝા

પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગે ઈસ્ટ લેકના કિનારે વૉક બાદ ચા ની મઝા લીધી. બંને નેતા જ્યારે નૌકાવિહાર કરવા માટે નીકળ્યા તો અહીં બંને વચ્ચે ઘણી વાતચીત થઈ. નૌકાવિહાર દરમિયાન પણ ચા ની ચૂસ્કીઓ લીધી. ભારતીય સમયાનુસાર લગભગ 8.30 વાગે બંને નેતાઓએ ઈસ્ટ લેકના કિનારે વૉક કરી અને ત્યારબાદ બંને નેતા નૌકાવિહાર માટે ગયા.

પીએમ મોદી આજે સાંજે ભારત માટે રવાના થશે. શુક્રવારે જ્યારે મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત શરુ થઈ તો તેમણે જિનપિંગને કહ્યું કે બંને દેશોની સભ્યતાઓનો વિકાસ નદીઓની આસપાસ થયો છે. આ દેશમાં ઘણી નદીઓ છે. જો આપણે ભારતમાં મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિ વિશે વાત કરીએ તો સમગ્ર વિકાસ તેના પર જ આધારિત હતો. જિનપિંગે કહ્યુ કે અમને ખબર છે કે તમે પશ્ચિમી અને પૂર્વી ચીનમાં રસ દાખવો છો. વુહાન સેન્ટ્રલ ચીનમાં સ્થિત છે અને એટલા માટે જ આપણે અહીં મુલાકાત કરી છે.

English summary
modi wuhan live pm modi china president xi jinping informal meeting day 2 boat ride east lake
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X