ભારતને સોંપ્યો તો આત્મહત્યા કરી લઈશઃ નીરવ મોદી
ભારતમાં પંજાબ નેશનલ બેંકનો હજારો કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી ગયેલ હીરા વેપારી નીરવ મોદીન જામીન અરજી બુધવારે યુકેની કોર્ટે ફગાવી દીધી છે. જે બાદ નીરવ મોદીએ કોર્ટમાં કહ્યુ કે જો મને ભારતને સોંપ્યો તો હું આત્મહત્યા કરી લઈશ. નીરવ મોદીએ કોર્ટમાં કહ્યુ કે તેને જેલમાં ત્રણ વાર મારવામાં આવ્યો છે. નીરવ મોદીની આ તમામ દલીલોની કોર્ટ પર કોઈ અસર ન થઈ અને તેની જામીન અરજી કોટે ફગાવી દીધી.

પાંચમી વાર જામીન અરજી ફગાવી
નીરવ મોદી યુકેની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોતાના વકીલ સાથે હાજર થયો હતો. નીરવ મોદીએ જામીન માટે કોર્ટમાં આ પાંચમી વાર અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દીધી. નીરવ મોદીના વકીલ કીથ ક્યુસીએ કોર્ટમાં નીરવ મોદીને મુક્ત કરવાની અપીલ કરી જેને કોર્ટે ફગાવી દીધી. તમને જણાવી દઈએ કે નીરવ મોદી પર આરોપ છે કે તેણે પંજાબ નેશનલ બેંકને બે અબજ ડૉલર રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો ત્યારબાદ ભારતે નીરવ મોદીને પ્રત્યાર્પિત કરવાની અરજી દાખલ કરી છે જેની સામે નીરવ મોદી યુકેની કોર્ટમાં કેસ લડી રહ્યો છે.

જેલની અંદર મારવામાં આવ્યો
નીરવ મોદી વકીલ કીથે કોર્ટમાં દાવો કર્યો કે તેના ક્લાયન્ટને જેલમાં ત્રણ વાર મારવામાં આવ્યો. તેને હાલમાં જ મંગળવારે જેલમાં મારવામાં આવ્યો. કીથે કહ્યુ કે જેલની અંદર બે અન્ય કેદી નીરવની સેલમાં આવ્યા અને નીરવ મોદીને મુક્કો મારીને પાડી દીધો ત્યારબાદ આ લોકોએ તેને લાતોથી પીડ્યો. એટલુ જ નહિ આ લોકોએ નીરવ મોદી સાથે લૂટફાટ પણ કરવાની કોશિશ કરી. જે સમયે આ ઘટના થઈ એ વખતે નીરવ મોદી ફોન પર વાત કરી રહ્યો હતો.
આ પણ વાંચોઃ મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય, રિયલ એસ્ટેટ માટે ફાળવ્યા 25,000 કરોડ

19 માર્ચે ધરપકડ
કોર્ટમાં નીરવ મોદીના વકીલે કહ્યુ કે તેની સાથે મારપીટ બાદ જેલમાં પ્રશાસને કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી અને તેમને કોઈને મળવા પણ ન દીધા. એટલુ જ નહિ નીરવે કહ્યુ કે જો તેને ભારત મોકલવાનો નિર્ણય કરવામા આવતો તો તે આત્મહત્યા કરી લેતા. નીરવ મોદીએ કહ્યુ કે મને ભારતમાં નિષ્પક્ષ ટ્રાયલની બિલકુલ પણ આશા નથી. તમને જણાવી દઈએ કે નીરવ મોદીને 19 માર્ચે ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ તેની જામીન અરજીને પાંચમી વાર ફગાવી દેવામાં આવી છે.