પોપ ફ્રાંસિસે માન્યુ ચર્ચમાં પાદરી અને બિશપ કરે છે નનોનું યૌન શોષણ
પોપ ફ્રાંસિસે સાર્વજનિક મંચ પર એ વાતનો સ્વીકાર કર્યો છે કે કેથોલિક ચર્ચના પાદરીઓ અને બિશપ્સ નનોનું યૌન શોષણ કરે છે. પોપે પોતાના યુએઈ પ્રવાસથી પાછા ફરતી વખતે મંગળવારે મીડિયા સાથે વાતચીત કરતા આ વાત કહી છે. પોપનું આ નિવેદન એ સમયે આવ્યુ છે જ્યારે ગયા સપ્તાહે વેટિકનથી નીકળતા મહિલાઓના મેગેઝીનમાં નનોના યૌન શોષણ વિશે એક આર્ટિકલ આવ્યો હતો. આ મેગેઝીનમાં કહેવામાં આવ્યુ હતુ કે નનોના યૌન શોષણના કારણે તેમને ગર્ભપાત માટે મજબૂર થવુ પડે છે અથવા એવા બાળકોનું પાલન પોષણ કરવુ પડે છે જેમને તેમના પાદરી પિતા તરફથી કોઈ ઓળખ આપવામાં આવતી નથી.

હાલમાં પણ છે આ સમસ્યા
પોપ ફ્રાંસિસે ફ્લાઈટમાં મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યુ, ‘અમુક પાદરી અને બિશપ્સ છે જેમણે આ કામ કર્યુ છે.' પોપને નનો વિશેનો એક સવાલ પૂછવામાં આવ્યો હતો. મેગેઝીનનો અંક ગયા વર્ષે ત્યારે સમાચારોમાં છવાયો હતો જ્યારે તેમાં કેરળના બિશપ પર વેટિકન સ્થિત ચર્ચમાં એક નનના બળાત્કારનો આરોપ લાગ્યો હતો. પોપે કહ્યુ કે આ સમસ્યા ક્યાંય પણ બની શકે છે પરંતુ અમુક સમૂહો અને અમુક વિસ્તારોમાં આ વિશાળ સ્તર પર છે.

ઘણુ બધુ કરવાનુ બાકી
પોપે કહ્યુ, ‘મને લાગે છે કે આ હજુ સુધી ચાલુ છે. તેમનુ કહેવુ હતુ કે ચર્ચે પહેલા ઘણા પાદરીઓને હટાવ્યા છે અને વેટિકન છેલ્લા ઘણા સમયથી મુદ્દે કામ કરી રહ્યુ છે. જો કે તેમણે કહ્યુ કે આમાં હજુ ઘણુ કરવાનું બાકી છે. પોપે આગળ કહ્યુ કે તે એ નથી સાંભળવા ઈચ્છકા કે ચર્ચામાં આ સમસ્યા હજુ સુધી છે. એટલા માટે આ દિશામાં હજુ વધુ કામ કરવાની જરૂર છે.'

મહિલાઓને બીજા દરજ્જાના સમજે છે અમુક લોકો
પોપે એ પણ કહ્યુ કે એ સંસ્કૃતિઓમાં સમસ્યા છે જ્યાં મહિલાઓને બીજા દરજ્જાની સમજવામાં આવે છે. વેટિકનથી પબ્લિશ થતા મેગેઝીન, ‘વિમેન ચર્ચ વર્લ્ડ' એક સપ્લીમેન્ટ છે. આને વેટિકનના ઓસ્સેવાટોર રોમાનો ન્યૂઝપેપર સાથે વિતરીત કરવામાં આવે છે. આ મેગેઝીનમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા ઘણા દશકોથી નન ડરના કારણે આ સમગ્ર મુદ્દે મૌન રાખી રહી છે. મેગેઝીનમાં કહેવામાં આવ્યુ છે કે વેટિકનને આફ્રિકામાં વર્ષ 1990 માં પાદરીઓ તરફથી નનોના યૌન શોષણ વિશે જાણકારી મળી હતી.

કેરળના પાદરી પર લાગ્યો આરોપ
કેરળના બિશન ફ્રેંકો મુલાક્કલને 21 ડિસેમ્બર 2018ના રોજ કેરળમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે તેમણે વર્ષ 2014થી 2016 સુધી 13 વખત એક નનનો બળાત્કાર કર્યો. પોપ ફ્રાંસિસે તેમને આગલા દિવસે જ સસ્પેન્ડ કરી દીધા હતા અને સસ્પેન્શનના આગલા દિવસે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. 53 વર્ષીય મુલાક્કલે જો કે આ આરોપોથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. નને પહેલી વાર જૂનમાં આના પર વાત કરી હતી પરંતુ પોલિસ સપ્ટેમ્બર સુધી માત્ર ઔપચારિક પૂછપરછ કરી રહી હતી.
આ પણ વાંચોઃ 'અપની બાત રાહુલ કે સાથ': 20 વર્ષની છાત્રાએ શેર કરી રાહુલ સાથેના ડિનરની વાતો