શાંઘાઇમાં 72 કલાક માટે વિઝા મુક્ત પ્રવેશ, ભારતીયને લાભ નહી

ચીનના સરકારી સમાચાર પત્ર ચાઇના ડેઇલીના જણાવ્યા મુજબ શાંધાઇને આશા છે કે આ પહેલથી વૈશ્વિક પર્યટકોને પસંદગીના સ્થળોમાં તેમની ખ્યાતિ વધશે. આ પ્રસ્તાવ હેઠળ એક જાન્યુઆરીથી સહેલાણીને ત્રીસ દિવસ સુધી વિઝા મુક્ત શહેરમાં ફરવાની તક મળશે.
શાંઘાઇની નગરપાલિકાએ કહ્યું હતું કે નવા વર્ષની શરૂઆતના અવસરે 45 દેશોના નાગરિકોને શહેરના વહિવટી વિસ્તારોમાં 72 કલાક વિતાવવાની તક પુરી પાડવામાં આવશે. શહેરમાં 32 દેશોના નાગરિકોને બે દિવસ સુધી વિઝા-મુક્ત પડાવની સુવિધા પહેલાંથી જ હતી. વિશ્લેષકોનું માનવું છે કે એક દિવસનો વધારાનો સમય પર્યટકોના બળ પુરૂ પાડવામાં મહત્વની ભૂમિકા પુરી પાડશે.












Click it and Unblock the Notifications
