અમેરિકી અર્થશાસ્ત્રીઓને મળ્યુ અર્થશાસ્ત્રનું નોબલ

Subscribe to Oneindia News

ભૌતિક, રસાયણ, ચિકિત્સા અને શાંતિના નોબલ પુરસ્કાર બાદ હવે અર્થશાસ્ત્ર માટે નોબલ પુરસ્કારની ઘોષણા થઇ ચૂકી છે. વર્ષ 2016 માટે અર્થશાસ્ત્રનું નોબલ પુરસ્કાર ઓલિવર હાર્ટ અને બેનગ્ટ હૉલમ્સ્ટ્રૉમને આપવામાં આવ્યુ છે. આ બંનેને કોંટ્રેક્ટ થિયરીના કારણે આ વર્ષે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યુ છે. હાર્ટ અને હૉલસ્ટ્રોમ બંને અમેરિકી અર્થશાસ્ત્રી છે.

nobel in economics

શું છે કોંટ્રેક્ટ થિયરી

કોંટ્રેક્ટ થિયરી કોઇને પણ કોંટ્રેક્ટ ડિઝાઇન સમજવામાં મદદ કરે છે. આ થિયરીનો હેતુ એ વાતને વિસ્તૃત રીતે સમજવામાં છે કે કેમ કોંટ્રેક્ટમાં ઘણા પ્રકારના ફોર્મ્સ અને ડિઝાઇન હોય છે. આનો બીજો હેતુ એ શોધવાનો છે કે કેવી રીતે કોઇ વધુ સારો કોંટ્રેક્ટ તૈયાર કરી શકે છે. નોબલ પ્રાઇઝ એકેડમીના જણાવ્યા મુજબ આ થિયરીના લીધે સમાજમાં એક વધુ સારા સંસ્થાનને તૈયાર કરવામાં ખૂબ મદદ મળે છે.

English summary
The Nobel Prize in Economic Sciences 2016 is awarded to Oliver Hart and Bengt Holmstrom.
Please Wait while comments are loading...