For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોસ્ટન ધમાકામાં પ્રેશર કુકર બોમ્બનો થયો હતો ઉપયોગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બોસ્ટન, 17 એપ્રિલ: બોસ્ટન મેરેથોન ધમાકામાં પ્રેશર કુકર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 6 લીટરના આ કુકરમાં વિસ્ફોટક પદાર્થ તથા ખીલા, અને બોલ બેરિંગ ભરેલી હતી. અમેરિકાના બોસ્ટનમાં મંગળવારે થયેલા આ ધમાકામાં 3 લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે 170 લોકોને ઇજા પહોંચી છે.

મેરેથોન આયોજન સ્થળ પર સોમવારે થયેલા બોમ્બ વિસ્ફોટોની તપાસમાં એફબીઆઇ પુરાવા શોધવામાં લાગી ગઇ છે, જ્યારે સ્થાનિક પોલીસે કહ્યું છે કે આ હુમલો કોઇ ચેતાવણી વગર કરવામાં આવ્યો હતો. જો કે આ કેસમાં તપાસકર્તાઓને હાલ કોઇ પુરાવા મળ્યા નથી, કોઇની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ પોલીસ તંત્રનું કહેવું છે કે તે જલ્દી જ હુમલા માટે જવાબદાર લોકોને શોધી કાઢશે. આ મુદ્દે ઘણા લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે.

અમેરિકી સમાચાર પત્ર બોસ્ટન ગ્લોબના જણાવ્યા અનુસાર બોસ્ટન પોલીસ કમિશ્નર એડવર્ડ એફ. ડેવિસે કહ્યું હતું કે અમે જલદી હુમલા માટે જવાબદાર લોકોને શોધી કાઢીશું. હુમલાને લઇને કોઇપણ પ્રકારની ચેતાવણી કે ધમકી આપવામાં આવી ન હતી. આ અંગે ગુપ્તચર વિભાગથી પણ કોઇ માહિતી મળી ન હતી.

મૈસાચુસેટ્સ રાજ્યની રાજધાની બોસ્ટનમાં થયેલા હુમલાની તપાસમાં એફબીઆઇ ઉપરાંત રાજ્ય તથા સ્થાનિક સ્તરની તપાસ એજન્સીઓ પણ સામેલ છે. સીએનએનના જણાવ્યા અનુસાર એફબીઆઇના બોસ્ટન કાર્યાલયમાં વિશેષ એજન્ટ રિચર્ડ ડેસલોરિયર્સે કહ્યું હતું કે આ સંધીય, રાજ્ય તથા સ્થાનિક તંત્ર તપાસ કરી રહી છે. તેમને સંભવિત આતંકવાદી ઘટનાની તપાસ પણ ગણાવી છે.

સીએનએનના અનુસાર બોસ્ટનના એક અન્ય વહિવટી અધિકારીએ કહ્યું હતું કે તપાસકર્તાઓને કેટલાક મહત્વપુર્ણ પુરાવા મળ્યા છે. પ્રાથમિક સ્તર પર ફોરેન્સિક તપાસમાં પણ સારી પ્રગતિ થઇ છે, પરંતુ સંદિગ્ધોની ઓળખ થઇ શકી નથી.

તપાસકર્તાઓએ આ ઘટનાને વિદેશીઓનો હાથ હોવાની આશંકાને જોતાં પોલીસ અધિકારીઓને એક અશ્વેત પુરૂષને લઇને સતર્ક રહેવાનું કહ્યું છે. તેને સ્વીટશર્ટ પહેરીને બેગ લટકાવીને વિસ્ફોટની પાંચ મિનિટ પહેલાં પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતાં જોવા મળ્યો હતો.

English summary
US investigators vowed to "go to the ends of the Earth" as they widened their search for those responsible for two bombs which sprayed nails and metal pellets into Boston marathon crowds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X