For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NHSની ગેરવર્તણૂક સામે યુકેમાં ભારતીય મૂળના ડોક્ટરની 'ગાંધીગરી'

By Super
|
Google Oneindia Gujarati News

Mahatma Gandhi
લંડન, 03 ઑક્ટોબરઃ બ્રિટનમાં નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા તેમના અને તેમના સ્ટાફ સામે ભરવામાં આવેલા અનુચિત પગલા સબબ ભારતીય મૂળના ડોક્ટરે ગાંધી ચિંધ્યામાર્ગે જઇને પાંચ દિવસની ભૂખ હડતાળ કરી હતી.

ઓછા અભ્યાસુ સ્ટાફ દ્વારા દર્દીઓ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવા અંગે અને દર્દીઓનો જીવ જોખમમાં મુકવામાં આવતો હોવા સામે અવાજ ઉઠાવવા બદલ ડૉક્ટર નરિન્દર કપુરને 2010માં કેમબ્રિજ હોસ્ટિપલમાંથી હાંકી કાઢવામાં આવ્યાં હતા.

જુલામાં બ્રિટશ એપ્લોયમેન્ટ ન્યાયાલયે જણાવ્યું હતું કે, બ્રિટિશ ન્યુરોસાઇકોલોજિક સોસાયટીના 62 વર્ષિય પૂર્વ પ્રમુખ દ્વારા ખોટી રીતે તેમને ડિસમિસ કરવામાં આવ્યા હતા. જો કે, આ પ્રકારની વાત જણાવવામાં આવી હોવા છતાં પણ તેમની પુનઃ નિમણૂક કરવામાં આવી નથી.

ડૉક્ટર કપુરે કહ્યું છે, " આ અન્યાય સામે વિજય મેળવવા માટે મે પાંચ દિવસના ભૂખ હડતાળનો સહારો લીધો છે. મારુ હૃદય એ દર્દ અનુભવી રહ્યું છે કે, કેવી રીતે એનએચએસ દર્દીઓની સંભાળ લેવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે યોગદાન આપવામા નિષ્ફળ રહ્યું છે. તે એનએચએસન સ્ટાફ અને તેમના પરિવારને પીડા આપવા માટે લોકોના પૈસાને વેડફી રહ્યું છે."

ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થની હેડ ઓફિસ બહાર ભૂખ હડતાળ પર બેસેલા ડૉક્ટરે કહ્યું છે, " આ પ્રેરણા મહાત્મા ગાંધીના શબ્દો અને કાર્ય પરથી લીધી છે. જેમનો 2જી ઑક્ટોબરે જન્મદિવસ છે. તેઓ શાંતિભર્યા વિરોધ માટે જાણીતા હતા અને તેમણે ભૂખ હડતાળનો માર્ગ બતાવ્યો છે."

ડૉ. કપુરનું માનવું છે કે એનએચએસ 'નિષ્ફળતા' માટે જાણીતું છે અને માનવું છે કે સ્ટાફ યોગ્ય રીતે વ્યવહાર નથી કરતો જેના કારણે દર્દીઓની સારી રીતે સારવાર થતી નથી. તેમણે સરકારને જણાવ્યું છે કે હેલ્થ સર્વિસમાં ધડમૂળથી પરિવર્તન કરવામાં આવે તથા 'ડિક્ટોરિયલ અને સેક્રેટિવ' મેનેજમેન્ટ સ્ટ્રક્ચર ઉભૂ કરવામાં આવે.

English summary
A pioneering Indian-origin brain doctor, inspired by Mahatma Gandhi, has set on a five-day hunger strike here to protest "unfair" treatment meted to him and his colleagues by the National Health Service for raising concerns about Britain's health services.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X