For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલમ્બિયા યુનિવર્સિટીમાં નકલી વિદ્યાર્થિની તરીકે બિરવા પટેલની ધરપકડ

|
Google Oneindia Gujarati News

ન્યુ યોર્ક, 14 સપ્ટેમ્બર : વિદેશમાં અભ્યાસ કરવાના બહાને પૈસા કમાવી લેવાની લાલચે જતા વિદ્યાર્થીઓ કોઇ પણ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે કેવા રસ્તા અપનાવતા હોય છે અને તેનું કેવું પરિણામ આવે છે તે તાજેતરમાં ન્યૂ યોર્કમાં બનેલી ઘટના પરથી ખ્યાલ આવે છે. ન્યૂ યોર્કમાં આવેલી કોલમ્બિયા યુનિવર્સિટીના કેમ્પસમાંથી ભારતીય મૂળની ગુજરાતી છોકરી બિરવા પટેલની ઘરપકડ કરવામા આવી હતી. બિરવા પર યુનિવર્સિટીમાં નકલી સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

સૂત્રોનું કહેવું છે કે કોલંબિયા યુનિવર્સિટીનું નકલી ઓળખપત્ર બનાવીને બિરવા પટેલ કોલેજમાં આવતી, લેક્ચર્સ ભરતી અને કોલેજના દરેક કાર્યક્રમોમાં ભાગ લેતી હતી. છેલ્લાં નવ મહિનાથી બિરવા પટેલ રિહાસેનના નામે ભણતી આ છોકરી નકલી વિદ્યાર્થિની તરીકે ત્રીજી વાર પકડાઇ છે. બિરવા પટેલ પોતાને એન્જિનીયરિંગની વિદ્યાર્થિની તરીકે ઓળખાવતી હતી.

સમગ્ર કાર્યવાહી અંગે વિદ્યાર્થી પ્રવક્તા કેથેરીન કલ્ટરે જણાવ્યું કે, બિરવા ડિસેમ્બર 2011થી કોલેજમાં હતી. આ પહેલા ગત સપ્તાહમાં બે વાર યુનિવર્સિટીમાં ઝડપાઇ હતી અને ગત સોમવાર 10 સપ્ટેમ્બરે ત્રીજી વાર નકલી વિદ્યાર્થી તરીકે ઝડપાઇ હતી. તેની પાસે જ્યારે પણ કોલેજનું આઇડી મંગાતુ ત્યારે તે જાત-જાતનાં બહાના કાઢતી. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં તેની સંખ્યાબંધ હાજરીને કારણે ઓથોરિટીને તેની નકલી ઓળખ વિશે જાણ થઇ હતી.

English summary
Birva Patel was arrested on charges of trespassing on Columbia University's campus, after she allegedly posed as a student for nearly nine months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X