For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનિવાસન રાજીનામુ નહીં આપે તો સસ્પેન્ડ કરવામાં આવશે

|
Google Oneindia Gujarati News

srinivasan-bcci-chief
નવી દિલ્હી, 25 મે : આજે સવારે શ્રીનિવાસને જણાવ્યું હતું કે તેઓ આઇપીએલમાં મેચ ફિક્સિંગ માટે રાજીનામુ નહીં આપે. આ દરમિયાન પીટીઆઇ ન્યુઝ એજન્સી તરફથી એવા સમાચાર મળી રહ્યા છે કે જો શ્રીનિવાસન રાજીનામુ નહીં આપે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે. બીસીસીઆઇના ચીફ એન શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પનની આઇપીએલમાં સટ્ટાબાજી અને સ્પોટ ફિક્સિંગ કાંડમાં તેમની કહેવાતી ભૂમિકાને ધ્યાનમાં લઇને ધરપકડ કરવામાં આવી છે.

આ દરમિયાન એમ પણ જાણવા મળ્યું છે કે પોલીસની પૂછપરછ દરમિયાન મયપ્પને સટ્ટાબાજી અંગે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. મયપ્પને કબૂલ કર્યું છે કે તેઓ વિંદુ દારાસિંહની મદદથી મેચમાં સટ્ટો લગાવતા હતા.

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી હિમાંશુંભાઇની આગેવાનીમાં અંદાજે ત્રણ કલાક મયપ્પનની પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. મયપ્પનને 60થી 70 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

બીજી તરફ મરપ્પનની ધરપકડને પગલે ચેન્નાઇ સુપર કિંગની માન્યત રદ થવાની પણ શક્યતા તોળાઇ રહી છે. રવિવારની ફાઇનલ મેચ પહેલા આ અંગે નિર્ણય લઇ લેવામાં આવશે. આઈપીએલની આચારસંહિતા અનુસાર, જો કોઈ આઈપીએલ ફ્રેન્ચાઈઝ, ફ્રેન્ચાઈઝ ગ્રુપ કંપની કે એના કોઈ માલિક કોઈ એવી હરકત કે પ્રવૃત્તિ કરે જે આ ક્રિકેટ લીગ, બીસીસીઆઈ આઈપીએલ, બીસીસીઆઈ, કે ક્રિકેટની રમતની પ્રતિષ્ઠા કે નિયમોની વિરુદ્ધની હોય તો ટીમને તત્કાળ રદ કરી દેવી.

English summary
BCCI mulls suspending N Srinivasan if he does not resign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X