For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો આ પાર્ટીની ટિકિટ પર ધોની અને ગંભીર રાજકીય ઈનિંગ રમશે

...તો આ પાર્ટીની ટિકિટ પર ધોની અને ગંભીર રાજકીય ઈનિંગ રમશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને લાજવાબ બેટ્સમેન ગૌતમ ગંભીર રાજકીય ઈનિંગ રમવા જઈ રહી છે, અહેવાલો મુજબ લોકસભા 2019 ચૂંટણીમાં બંને ક્રિકેટર ઉમેદવારી નોંધાવી શકે છે. અહેવાલો મુજબ ગૌતમ ગંભીર દિલ્હીથી ભાજપની ટિકિટ પર અને મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડથી ભાજપની ટિકિટ પર રાજકીય ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જો કે આ મામાલે બીસીસીઆઈ, ધોની કે ગંભીરે આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.

ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે

ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે

આ અહેવાલ મળતાની સાથે જ ધોની અને ગંભીરની મીડિયા ચર્ચા થવા લાગી છે. સમાચારો મુજબ ધોની અને ગંભીરે પોતાની નવી ઈનિંગની શરૂઆત કરવાનો ફેસલો કરી લીધો છે. જો કે ધોનીના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે માહીનું પૂરું ફોકસ અત્યારે વર્લ્ડકપ 2019 પર છે અને રાજનીતિમાં આવવાનું તેમનું કોઈ મન નથી.

ઝારખંડથી માહી ચૂંટણી લડશે?

ઝારખંડથી માહી ચૂંટણી લડશે?

મીડિયામાં અહેવાલો છે કે જો 2019ના વર્લ્ડકપ માટે ભારતીય ટીમ ધોનીની પસંદગી કરે છે તો તેઓ આગામી વર્ષે ભાજપની ટિકિટ પર ઝારખંડની કોઈપણ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. આમ તો પ્રદેશ ભાજપને પણ આ મામલે કોઈ જાણકારી નથી, જો કે ભાજપનું કહેવું છે કે બંને ક્રિકેટરોને ચૂંટણીમાં સ્ટાર પ્રચારકની યાદીમાં રાખવાની વાત જરૂર ચલી રહી છે.

શું ધોની રાજનીતિમાં આવશે?

શું ધોની રાજનીતિમાં આવશે?

રાંચી વિવિના પૂર્વ ખેલ નિદેશક અને ધોનીના નજીકના વ્યક્તિ તરીકે જાણીતા જય કુમાર સિન્હાએ જણાવ્યું કે વેસ્ટ ઈન્ડિઝ સીરિઝ રમવા જતા પહેલા માહીએ સ્પષ્ટ કહ્યું હતું કે અત્યારે એનું સંપૂર્ણ ધ્યાન વર્લ્ડ કપ પર છે, મને લાગે છે કે રાજનીતિમાં આવવું એના માટે જલ્દબાજી હશે, અત્યારે માહી પોતાની જિંદગીના ફેસલા સમજી વિચારીને પોતાની મુજબ લે છે માટે આ મામલે મને કંઈ ખાસ જાણકારી નથી.

ગંભીર-ધોની ભાજપમાં જોડાશે?

ગંભીર-ધોની ભાજપમાં જોડાશે?

ગંભીર વિશે અહેવાલ છે કે એમને દિલ્હીમાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખીની જગ્યાએ ટિકિટ મળી શકે છે. ધી સંડેમાં છપાયેલ અહેવાલ મુજબ મીનાક્ષી લેખીના કામને લઈને ભાજપ ખુશ નથી અને મીનાક્ષી લેખીએ પોતાના મત વિસ્તારમાં કંઈ કામ પણ કર્યું નથી, એવામાં ભાજપ મીનાક્ષીની જગ્યાએ દિલ્હી નિવાસી ગૌતમ ગંભીરને મોકો આપી શકે છે. ગંભીર માત્ર એક ક્રિકેટર જ નહિ બલકે સામાજિક કાર્યકરના રૂપે પણ જાણીતા છે અને લોકોમાં તેઓ ભારે લોકપ્રિય પણ છે, એવામાં ભાજપ ગંભીરને રાજનૈતિક ઈનિંગની શરૂઆત કરવાનો મોકો આપી શકે છે.

સતત સાતમા દિવસે ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો આજની કિંમતસતત સાતમા દિવસે ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો આજની કિંમત

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
dhoni and gambhir can start inning of politics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X